વડોદરા: શહેરના ભૂતડી ઝાપા હુજરાત ટેકરા વિસ્તારમાં આશાપુરી નિવાસમાં રહેતા 75 વર્ષના કાંતાબહેન કાયસ્થને ચાર દિવસ પહેલા ગોત્રી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમના કોરોના વાઇરસના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે, તેઓનો રિપોર્ટ આવે તે પહેલાં જ રવિવારે તેમનું મોત થયું હતું.
વડોદરામાં કોરોનાગ્રસ્ત શંકાસ્પદ વૃદ્ધાનું ગોત્રી આઈસોલેશન વોર્ડમાં મોત - latest news in Vadodara
વડોદરા શહેરમાં કોરોનાગ્રસ્ત શંકાસ્પદ વૃદ્ધાનું ગોત્રી આઈસોલેશન વોર્ડમાં મોત થયું હતું. કારેલીબાગમાં વીજકાપ હોવાના કારણે ખાસવાડી સ્મશાનની ગેસ ચિતા બંધ રહેવાના કારણે ત્રણ કલાક સુધી અંતિમ સંસ્કાર થઇ શક્યા નહતા.
વડોદરામાં શંકાસ્પદ કોરોનાગ્રસ્ત વૃદ્ધાનું ગોત્રી આઇસોલેશન વોર્ડમાં મોત
વૃદ્ઘાનું મોત થતાં પરિવારજનો કોરોનાની ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર માટે કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં લઇ આવ્યા હતા. પરંતુ વીજકાપના કારણે ગેસ ચિતા બંધ હોવાથી ત્રણ કલાક સુધી પરિવારને મૃતદેહ લઇ સ્મશાનમાં બેસી રહેવાની ફરજ પડી હતી.