ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરસાગર તળાવ માનવ સાંકળથી બંધાયું, મતદાન કરવાનો આપ્યો સંદેશ

વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) હવે બે દિવસ બાકી છે. ત્યારે વડોદરામાં શહેરની 14 જેટલી શાળાઓ અને પી. ટી. સી. કોલેજના લગભગ 3000 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ વડોદરા જિલ્લાના તમામ મતદાતા પોતાનો મત અચૂક આપે અને લોકશાહીનો આ મહત્વનો નિર્ણય લેવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપે એ સંદેશા સાથે વડોદરા શહેરના હાર્દ સમા સુરસાગર તળાવ (Sursagar Lake Vadodara) ફરતે માનવ સાંકળ રચી હતી.

સુરસાગર તળાવ માનવ સાંકળથી બંધાયું, મતદાન કરવાનો આપ્યો સંદેશ
સુરસાગર તળાવ માનવ સાંકળથી બંધાયું, મતદાન કરવાનો આપ્યો સંદેશ

By

Published : Nov 30, 2022, 10:18 AM IST

વડોદરાગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને (Gujarat Assembly Election 2022) આડે ગણતરીના દિવસ બાકી છે. ત્યારે ચૂંટણીને કેન્દ્રમાં રાખીને સમગ્ર ગુજરાતઆ લોકશાહી પર્વને વધાવવા આતુર હોય તો એમાં સંસ્કારીનગરી અને વિદ્યાનગરી તરીકે નામના ધરાવતો આપણો વડોદરાજિલ્લો કેમ એમાં બાકાત રહી જાય. વડોદરા શહેરની 14 જેટલી શાળાઓ અને પી. ટી. સી. કોલેજના (PTC College Vadodara) લગભગ 3000 જેટલા વિદ્યાર્થી,વિદ્યાર્થીનીઓએ વડોદરા જિલ્લાના તમામ મતદાતા પોતાનો મત અચૂક આપે અને લોકશાહીનો આ મહત્વનો નિર્ણય લેવામાં પોતાનો અમૂલ્ય ફાળો આપે એ સંદેશા સાથે વડોદરા શહેરના હાર્દ સમા સુરસાગર તળાવ (Sursagar Lake Vadodara) ફરતે માનવ સાંકળ રચી હતી.

સુરસાગર તળાવ માનવ સાંકળથી બંધાયું, મતદાન કરવાનો આપ્યો સંદેશ

પ્રોત્સાહિત અને તૈયાર કહેવાય છે ને કે, એકતામાં સંપૂર્ણ તાકાત રહેલી છે. અને માનવસાંકળએ એકતાનું પ્રતીક છે. બસ એ જ એકતા આપણે આ લોકશાહીના મહાપર્વમાં દાખવવાની છે. શાળાના આ દરેક વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્યનો મહત્વનો નિર્ણય વડોદરા જિલ્લાના તમામ મતદાતા પર મુક્યો છે. તેમનું કહેવું છે કે, વર્તમાનમાં થયેલા નિર્ણય પર અમારું ભવિષ્ય નિર્ભર છે. તેથી દરેક મતદાતાએ પોતાનો મત સમજી, વિચારીને તેમજ ભૂલ્યા વગર આપવો જોઈએ. દરેક મતદાતા પોતાનો મત આપવા માટે પ્રોત્સાહિત અને તૈયાર થાય તે માટે માનવસાંકળ રચીને બધાય મતદારો ને સંદેશ આપવામાં આવ્યો હતો.

સેંકડોની સંખ્યામાં હાજરવિદ્યાર્થીઓએ સંદેશા તેમજ અનેક સૂત્રો, બેનરો સહિત સેંકડોની સંખ્યામાં હાજર રહીને મતદાનની તક ન ચૂકવા અનુરોધ કર્યો હતા. ઉપસ્થિત રહેલા મોટાભાગના વિદ્યાર્થીઓ 18 ઉપરની ઉંમરના હોવાથી 2022 ની આ ચૂંટણી (Gujarat Assembly Election 2022) તેમના માટે પહેલી અને નિર્ણાયક અને મહત્વની હતી. તેઓ પોતે મત આપવા માટેનો સ્વનિર્ણય લેવા માટે આતુર હતા. એક જ એવો નિર્ણય છે જે અમે અન્યને કહીને, પૂછીને કે પરવાનગી લઈને નહીં પરંતુ ફકત પોતાના જ નિર્ણય પર અટલ રહીને અમારા મત અંગેનો નિર્ણય લઈ શકીશું.

માનવ સાંકળ અભિયાન સુરસાગર ખાતે યોજાયેલ આ માનવ સાંકળ અભિયાનમાં જિલ્લા ચૂંટણી અધિકારી(District Election Officer) અને કલેકટર અતુલ ગોર, નિવાસી અધિક કલેકટર ડૉ. બી. એસ. પ્રજાપતિ,આયુર્વેદિક અધિકારી ડૉ સુધીર જોષી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક મીતા જોષી તેમજ શાળાઓના શિક્ષકગણ અને સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાની હાજરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details