વડોદરા :ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ લોકોના ખાનપાન જેવી જરૂરિયાતમાં બદલાવ જોવા મળતો હોય છે. લોકો ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીથી રાહત મેળવવા ઠંડાપીણા અને વિવિધ ફળના જ્યુસનો સહારો લેતા હોય છે. ત્યારે શેરડીના રસથી આપણા શરીરમાં શુ આરોગ્યલક્ષી ફાયદા થાય છે? શા માટે લોકો શેરડીનો રસ લોકો વધુ પસંદ કરે છે? શેરડીમાં કયા કયા પોષક તત્વો રહેલા છે? આવો આ તમામ બાબતે જાણો નિષ્ણાત શું કહે છે આવો જાણીએ.
કોલ્ડ્રિંક્સ સામે શેરડીનો રસ કેટલો લાભદાયક :જેમ ગરમીનું પ્રમાણમાં વધારો થાય છે તેમ લોકો લીંબુનો રસ, શેરડીનો રસ, ઓરેન્જ રસ સાથે લીલા નાળિયેર વગેરે એકદમ આરોગ્યને ખૂબ ફાયદાકારક છે. સાથો મોજ શોખ ધરાવતા લોકો ઠંડા પીણા તરીકે કોલ્ડ્રિંક્સનો સહારો લેતા હોય છે. કોલ્ડ્રિંક્સમાં માત્ર પ્રિઝર્વેટિવ અને ફ્લેવર સિવાય કંઈ હોતું નથી. શેરડીના રસ પીવાથી ગરમીથી રક્ષણ મળશે, કોઈ ગરીબ વ્યક્તિને ફાઇનન્સીયલ સપોર્ટ પણ કરી શકીએ છીએ સાથે આપણા શરીરને પણ ગણો ગમ ફાયદો થાય છે.
પોષક તત્વોથી ભરપૂર શેરડીનો રસ : શેરડીનો રસમાં અનેક પ્રકારના પોષક તત્ત્વો રહેલા છે. જેમાં શેરડીનો રસની 100 ગ્રામ કોન્ટીટીની વાત કરવામાં આવે તો તેમાંથી આપણને સોડિયમ 2 ટકા, પોટેશિયમ 1 ટકા, કાર્બોહાઈડ્રેટ 24 ટકા, આયર્ન 19 ટકા, કેલ્શિયમ 1 ટકા, મેગ્નેશિયમ 2 ટકા મળે છે. સાથે અન્ય પણ કેટલાક તત્વો શેરડીના રસમાં જોવા મળે છે. જે શરીર માટે ખૂબ લાભદાયક હોય છે. શેરડીના રસની મુખ્ય ખાસિયત એ છે કે તેમાં ફેટનું પ્રમાણ 0 ટકા રહેલું છે.
શેરડીના રસથી ફાયદા :ઉનાળાની ગરમીમાં શેરડીનો રસ એક અમૃત સમાન ગણાવી શકાય છે. આ શેરડીનો રસ પીવાથી આપણા શરીરમાં અનેક ફાયદા જોવા મળી શકે છે. જેમાં શરીરમાં હાડકા મજબૂત કરે છે. શરદીનો રસ પીવાથી શરીરમા તુરંત તાકાત મળી રહે છે. તેનાથી શરીરમાં તણાવનું પ્રાણને દૂર કરે છે. શરીરમાં પાચન શક્તિમાં વધારો થાય છે. લીવર માટે પણ ખૂબ ફાયદાકારક છે. યુરિન ઇન્ફેક્શનથી દુર રાખે છે સાથે ત્વચાને કહું સુંદર બનાવવા પણ શેરડીના રસનું સેવન ઉત્તમ માનવામાં આવે છે.