વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર-13ના કોંગ્રેસના કોર્પોરેટર જીતેન્દ્ર ઠાકોરનું ટૂંકી બીમારી બાદ અવસાન થતા તેમની ખાલી બેઠક પર હવે પેટા ચૂંટણી યોજાશે. જો કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગત જુલાઇ મહિનામાં વોર્ડ નંબર-11ની એક બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. વોર્ડ નંબર-11ના ભાજપના મહિલા કોર્પોરેટર મમતા કાળેનું ગયા વર્ષે જ જાન્યુઆરી મહિનામાં ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું અને તેમની ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી.
વડોદરા શહેર વોર્ડ નં-13ના કોર્પોરેટરનું નિધન થતા બીજી વખત પેટા ચૂંટણી યોજાશે - vadodara municipal corporation
વડોદરાઃ શહેર વોર્ડ નંબર-13ના કોંગ્રેસના કોર્પોરેટરનું અવસાન થતા બેઠક ખાલી પડતા હવે પેટા ચૂંટણી યોજાશે. કોર્પોરેશનની વર્તમાન બોર્ડમાં બીજી વખત પેટા ચૂંટણી યોજાશે.
congress
કોર્પોરેશનની યોજાયેલી પેટા ચૂંટણીમાં 24.30 ટકા મતદાન થયું હતું અને ભાજપના શકુંતલાબેન સોલંકી 4478 મતથી ચૂંટણી જીત્યા હતા. જો કે, હવે વડોદરા કોર્પોરેશનના વોર્ડ નંબર-13માં કોંગ્રેસના કોર્પોરેટરનું અવસાન થતા આ બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.