ગુજરાત

gujarat

ETV Bharat / state

મુસાફરી પાસ માટે વિધાર્થીઓ અટવાયા, તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં મસ્ત - Student Pass

ગુજરાતમાં હાલ ચૂંટણીનો(Gujarat Assembly Election 2022) માહોલ જોવા મળી રહ્યો છે. નેતાઓ પૂરજોશમાં તૈયારીઓ તો કરી રહ્યા છે. પરંતુ લોકોની સમસ્યાઓ તો હજુ સમસ્યાઓ જ છે. લોકોની સમસ્યાઓનો કોઇ હલ કે ઇલાજ કરવામાં આવી રહ્યો નથી. ત્યારે વડોદરા વિદ્યાર્થીઓને એસ.ટી.બસના રાહતદરના પાસ(Student Pass) કઢાવવા માટે પારાવાર મુશ્કેલી થઇ રહી છે.વહેલી સવારથી લાઇનો લગાવવા છતા પાસ કાઢવામાં વારો આવતો નથી.

મુસાફરી પાસ માટે વિધાર્થીઓ અટવાયા, તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં મસ્ત
મુસાફરી પાસ માટે વિધાર્થીઓ અટવાયા, તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં મસ્ત

By

Published : Nov 30, 2022, 7:18 PM IST

વડોદરાવિદ્યાર્થીઓને એસ.ટી.બસના રાહતદરના પાસ કઢાવવા માટે પારાવાર મુશ્કેલી થઇ રહી છે. વડોદરા જિલ્લામાં ડભોઇએ આસપાસના ગામડાના ગરીબઅને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવા માટેનું એક મહત્વનું કેન્દ્ર છે. આસપાસના અસંખ્ય ગામના વિદ્યાર્થીઓઅભ્યાસ અર્થે પોતાના ગામેથી એસ.ટી.બસ દ્રારા અપડાઉન કરતા હોય છે. હાલમાં જ્યારે વિદ્યાર્થીઓનું બીજું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. જેના કારણે આ વિદ્યાર્થીઓ સરકારને વિદ્યાર્થીઓ માટેની એસ.ટી.ના રાહત દરના પાસ (Student Pass) મેળવવા માટે વહેલી સવારથી જ ડભોઈ એસ.ટી ડેપોમાં લાઈનો લગાવી ઊભા રહે છે. પરંતુ આ વિદ્યાર્થીઓને પાસ મેળવવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

મુસાફરી પાસ માટે વિધાર્થીઓ અટવાયા, તંત્ર ચૂંટણીની તૈયારીઓમાં મસ્ત

વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂઅભ્યાસના ભોગે વિદ્યાર્થીઓને ત્રણથી ચાર કલાક સુધી લાઈનોમાં ઊભા રહેવાનો વારો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગઈ છે. પરંતુ ડભોઈ એસ.ટી.ડેપોના તંત્રના પદ્ધતિસરના આયોજનના અભાવના કારણે પાસ કરાવવા માટે આવતા વિદ્યાર્થીઓને પોતાનો અભ્યાસ છોડી વિદ્યાર્થી પાસ કઢાવવા માટે ત્રણથી ચાર કલાક સુધી લાઇનમાં ઊભું રહેવું પડે છે. પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારની રાહત દરની યોજનાનો લાભ મેળવવા માટે પોતાના અભ્યાસનો ભોગ આપવો પડે છે. જે ખરેખર વહીવટી તંત્ર માટે શરમજનક હોવાનું વિદ્યાર્થીઓ અને નાગરિકો જણાવી રહ્યા છે.

પાસ કઢાવવા માટે લાઈનએસટી ડેપોમાં પાસ કઢાવવા માટે લાઈનમાં ઉભેલા વિદ્યાર્થીઓ પાસેથી હકીકત જાણવા મળી હતી કે ડભો એસટી ડેપોનું વહીવટી તંત્ર જોતું હોય છે કે અસંખ્ય વિદ્યાર્થીઓ લાઈનોમાં ઊભા છે. છતાં પણ વિદ્યાર્થી પાસ કરાવવા માટે ઉભા કરવામાં આવેલા કાઉન્ટરની સંખ્યામાં વધારો કરવામાં આવતો નથી. જેના કારણે વિદ્યાર્થીઓને શાળાનો અભ્યાસ છોડી એસટી ડેપોમાં લાઈનમાં ઊભું રહેવાની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સંવેદનશીલ સરકાર માટે અને સમગ્ર વહીવટી તંત્ર માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. હાલમાં જ્યારે સરકાર શિક્ષણ ને વેગ આપવાના પ્રયત્ન કરી રહી છે. ત્યારે તાલુકાના અને આસપાસના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને પ્રવર્તમાન સરકારની રાહત દરની મુસાફરી નો લાભ મળે તે માટે જવાબદાર અધિકારીઓએ વેડાસર પગલા ભરવા જોઈએ તેવું ઉપસ્થિત વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

અસંખ્ય વિદ્યાર્થીઓ આ રાહત ડભોઇના એસ.ટી.ડેપોની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત ઇન્ચાર્જ ડેપો મેનેજર અને આ પાસ કામગીરી કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ડભોઇની આસપાસના 300 થી 350 જેટલાં ગામના અસંખ્ય વિદ્યાર્થીઓ આ રાહત દરનાં વિદ્યાર્થી પાસ કઢાવવા માટે શાળા શરૂ થતા જ આવવા માંડે છે. પરિણામે વિદ્યાર્થીઓની સંખ્યામાં અચાનક વધારો થઈ જાય છે. પરંતુ ડભોઈ એસટી ડેપોમાં વહીવટી કામગીરી કરે તેવા કર્મચારીઓનું મહેકમ પહેલેથી જ ઓછું છે. તેમજ વહીવટી કામગીરી કરતા કર્મચારીઓએ વિદ્યાર્થીઓના પાસ, પેસેન્જર પાસ અને રિઝર્વેશનની કામગીરી કરવી પડતી હોય છે. જેના કારણે આ વિદ્યાર્થીઓના રાહત દરના પાસ કાઢવાની કામગીરીમાં વિલંબ થતો હોય છે. પરંતુ આ લાઈનો થોડા દિવસોમાં જ ઓછી થઈ જશે અને વિદ્યાર્થીઓને રાહત થશે તેવું જવાબદાર અધિકારીઓ જણાવ્યું હતું.

પ્રશાસન પૂરતી દેખરેખ સવારે 6 કલાકથી વિધાર્થીઓ પાસ કઢાવવા કતારો લાગી દે છે.વિદ્યાર્થી પાસ કઢાવવા માટે ડભોઈ એસ.ટી.ડેપોમાં લાઈનોમાં ઉભેલા વિદ્યાર્થીઓ જણાવ્યું હતું કે, આ રાહત દરના વિદ્યાર્થી પાસ મેળવવા માટે અમે ડભોઈ એસ.ટી.ડેપોમાં વહેલી સવારે છ વાગ્યાથી જ આવી જઈએ છે અને લાઇનમાં ઊભા રહીએ છીએ. પરંતુ કાઉન્ટર શરૂ થાય છે. પરંતુ કામગીરી વધી જતી હોવા છતાં પાસ કાઢવાની કામગીરીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવતો નથી અને કર્મચારીઓની આ કામગીરી બાબતે સંખ્યા વધારવામાં આવતી નથી. જેના કારણે અમારે કલાકો સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. કેટલીક વાર તો એક જ દિવસમાં કામ પૂરું ન થાય તો બીજા દિવસે પણ અમારે લાઈનોમાં ઊભા રહેવું પડે છે. પરંતુ જો પ્રશાસન પૂરતી દેખરેખ રાખે અને સગવડમા વધારો કરે તો અમને અમારા વિદ્યાર્થી પાસ કાઢી આપવામાં સરળતા રહે અને અમારો અભ્યાસ બગડે નહીં તેમ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details