ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara News: ડભોઈ તાલુકાનાં તેનતલાવના ગ્રામજનો-વિધાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો

પરીક્ષાઓ સમયે જ વિધાર્થીઓને (Vadodara News) બસની સુવિધા ન મળી. ડભોઈ તાલુકાનાં તેનતલાવના ગ્રામજનોએ સહિત વિધાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો.

By

Published : Feb 3, 2023, 11:33 AM IST

Vadodara News:  ડભોઈ તાલુકાનાં તેનતલાવના ગ્રામજનોએ સહિત વિધાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો
Vadodara News: ડભોઈ તાલુકાનાં તેનતલાવના ગ્રામજનોએ સહિત વિધાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો

ડભોઈ તાલુકાનાં તેનતલાવના ગ્રામજનોએ સહિત વિધાર્થીઓએ બસ રોકી ચક્કાજામ કર્યો

વડોદરા:ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની પ્રિલિમરી પરીક્ષા ચાલી રહી છે. ડભોઇ એસટી તંત્ર દ્વારા જુના રૂટ બંધ કરીને ડભોઇ - ચાણોદ જતી બસો વાયા વણિયાદ કરી દેવાતા તેનતળાવથી ડભોઇ આવવા માટે વિધાર્થીઓને ભારે મુશ્કેલીઓ ઊભી થવા પામી હતી. જેથી પંથકમાં એસ.ટી. તંત્ર સામે ભારે રોષ ભભૂકી ઊઠયો હતો.

બસની સુવિધા:ડભોઈ તાલુકામાં તેનતળાવ પંથકમાં આખા દિવસ દરમિયાન માત્ર એક જ બસ ચાલી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીઓ અનુભવવી પડે છે. હાલ પરીક્ષા હોવાને કારણે બાળકો સમયસર શાળાએ પહોંચી શકે તે જરૂરી છે. વિદ્યાર્થીનીઓને આર્થિક રીતે રાહત રહે તે માટે સરકારશ્રી દ્વારા વિધાર્થી પાસ પણ આપવામાં આવતો હોય છે. પરંતુ અહીં તો વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓએ ખાનગી વાહનોના ભરોસે જ વિદ્યાભ્યાસ માટે ડભોઇ ભણવા માટે આવવું પડે છે. ભાડું પણ વધુ આપવું પડે છે. સરકાર વિધાર્થીઓના ઉજવળ ભણતર અર્થે કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. પરંતુ કેટલીક જગ્યાએ આવી અવ્યવસ્થા ઉભી થતાં આ સમગ્ર ખર્ચ ઉપર પાણી ફરી વળે છે.

આ પણ વાંચો Usurer case In Gujarat: વડોદરા પાસેનાં જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ

રોષ ઠાલવ્યો:ડભોઈ તાલુકાનાં તેનતળાવ પંથકના વિધાર્થીઓને પરિક્ષાના સમયે જ એસ.ટી. બસ દ્રારા અપ - ડાઉન કરવામાં મુશ્કેલીઓ ઊભી થતાં આજરોજ ગ્રામજનો એકત્રિત થયાં હતાં અને રસ્તા ઉપર બસ રોકી ચક્કાજામ કરી દીધો હતો.

સ્થળ ઉપર બોલાવ્યાં:ગ્રામજનોએ એસ.ટી.તંત્રના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી યોગ્ય નિકાલ લાવવા અપીલ કરી હતી. જેથી ડભોઈ એસ.ટી. તંત્રના સંજય બારોટ તાત્કાલિક તેનતળાવ ખાતે આવી પહોંચ્યા હતાં અને વિધાર્થીઓને પડતી આ મુશ્કેલી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.

આ પણ વાંચો Vadodara Crime : વિદેશ જવાના શોખની માટે લાલબત્તી, એજન્ટ બની 55 લાખની ઠગાઇ કરતો પકડાયો

મામલો થાળે પડયો:ગ્રામજનોને સમજાવી આશ્વાસન આપ્યું હતું કે, એસ.ટી વહીવટી તંત્રને આપ સહુ વતી તેઓ વિભાગીય અધિકારી ડામોર તેમજ બીજા વહીવટી અધિકારીઓને આ અંગે તાત્કાલિક ભલામણ કરશે. જુના રૂટ ચાલુ કરાવી આપશે. હવે જોવાનું એ રહ્યું કે શું એસટી તંત્રના અધિકારીઓ વિધાર્થીઓને માટે ઉભી થયેલી આ સમસ્યા અંગે તાત્કાલિક અસરથી પગલા ભરી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર કરશે કે નહીં એ તો આવનાર સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details