તેમણે જાન્યુઆરી-2019થી આ મોડેલ પર કામ કરવાનું શરૂ કર્યુ હતું. નીલ વ્યાસ હાલમાં તેમના સાથીદારો સાથે અમેરિકાની લુઇઝીયાના સ્ટેટ યુનીવર્સીટીમાં આર્કિટેકચરના ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે. આર્ટ અને ડિઝાઇનના ક્ષેત્રમાં પાઠ્યપુસ્તકના લખાણોના વિકલ્પે ઇમેજીસ, ટેકનીકલ ડાયાગ્રામ્સ અથવા વિઝ્યુઅલ લર્નીંગ માટેના ઉપકરણોની મદદથી ઝાંખી દ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ભણતા સરળ બનાવવાના ધ્યેય સાથે કામ કરી રહ્યા છે.
વડોદરાના વિદ્યાર્થીઓએ અમેરિકામાં મેળવી અનોખી સિદ્ધી - GUJARAT
વડોદરા: જેમની આંખોમાં ઝાંખપ ફરી વળી હોય એટલે કે નબળી આંખોને કારણે સાવ ઝાંખુ દેખાતું હોય એવા વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકો દ્વારા આર્કિટેકચર એટલે કે સ્થાપત્ય શાસ્ત્રનું શિક્ષણ આપવું ખૂબ અઘરૂં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને હાલમાં અમેરિકામાં આર્કિટેકચરનું શિક્ષણ મેળવતા નીલ વ્યાસ અને તેમના સાથી વિદ્યાર્થીઓએ આ પ્રકારના વીઝયુઅલ ઇમ્પેર્ડ વિદ્યાર્થીઓ માટે સ્થાપત્યનું શિક્ષણ સરળ અને સુવિધાજનક બનાવવા એક પાયલોટ પ્રોજેકટના રૂપમાં એસેસીબીલીટી ઇન એકશન-3D પ્રીન્ટેડ મોડેલ કન્સ્ટ્રકશન ડોક્યુમેંટ તૈયાર કર્યુ છે.
તેમણે આ અંગે જણાવ્યું કે 3D પ્રીન્ટીંગ ટેકનોલોજીની મદદથી વિવિધ પ્રોટો ટાઇપ્સ બનાવ્યા છે. સાદા પાઠ્યપુસ્તક કરતા 3D પ્રીન્ટીંગ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવી પુસ્તકો થકી વિદ્યાર્થીઓને અભ્યાસની માહિતી વધુ સારી રીતે સમજાવી શકાય છે. તેના માટે એક અનોખા વિચાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એસેસીબીલીટી ઇન એકશન-3D પ્રીન્ટેડ મોડેલ કન્સ્ટ્રકશન ડોક્યુમેંટ શરૂઆત કરી. જેમાં બાંધકામના દસ્તાવેજોના લાઇન વેઇટસને અથવા બિલ્ડીંગ પ્લાન્સને 3D મોડેલમાં રૂપાંતરિત કરવાનું શરૂ કર્યું. જેના ભાગરૂપે અમે અન્ય ક્રાઇટેરીયાની ચકાસણીની સાથે પ્રજ્ઞાચક્ષુ અથવા વિઝ્યુઅલી ઇમ્પેર્ડ વિદ્યાર્થીઓ માટે 2D ટેકનીકલ ડાયાગ્રામ્સની માહિતીને 3D મોડેલમાં રૂપાંતરણ માટે પ્રયત્નશીલ છે.
હાલમાં આ મોડેલ્સની ઉપયોગિતાના પ્રતિભાવો સ્વયંસેવી સાથીઓના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ અને નબળી આંખો ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી મેળવી રહ્યા છે. આ પ્રતિભાવોના આધારે મોડેલ પધ્ધતિનું પ્રકાશન હાથ ધરી શકાશે. નીલ વ્યાસના સાથીદારોમાં ઇઝાબેલ રોનટ્રી, એન્ડી ઓરેનવેલર અને ગિયાની ટોસનો સમાવેશ થાય છે. ભણતરનો ઉપયોગ કરીને ઓછું જોતા વિદ્યાર્થીઓ માટે આર્કિટેકચરનું જટિલ શિક્ષણ સરળ બનાવવાની તેમની આ શોધ આવનારા સમયમાં ઉપયોગી સાબિત થશે.