ગુજરાત

gujarat

ETV Bharat / state

MS યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં સ્ટુડન્ટ યુનિયને અપર્ણમ ફેસ્ટિવલનું આયોજન કર્યું - અપર્ણમ ફેસ્ટિવલ ન્યૂઝ

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ અપર્ણમ 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરવામાં આવી હતી.

MS
એમ.એસ

By

Published : Feb 3, 2020, 6:12 PM IST

વડોદરા: ફેકલ્ટીની વિદ્યાર્થીનીઓએ નૃત્ય રજૂ કર્યું હતું. એક સપ્તાહ સુધી ચાલનારા આ યુથ ફેસ્ટિવલમાં વિવિધ રમત-ગમત સાહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં રાજમાતા શુભાગીની રાજે ગાયક્વાડ, રજિસ્ટ્રાર ડોક્ટર કે.એમ ચુડાસમા, સિન્ડિકેટ સભ્ય ડોક્ટર જીગર ઈનામદાર, મયંક પટેલ, સત્યમ કુલાબકર, સાયન્સ ફેકલટી ડીન હરી કટારીયા, સયાજીરાવ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન પ્રમુખ સત્યજીત ચૌધરી, વિદ્યાર્થી રાકેશ પંજાબી સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

સાયન્સ ફેકલ્ટીના સ્ટુડન્ટ યુનિયને અપર્ણમ ફેસ્ટિવલનું આયોજન કર્યું

આ કાર્યક્રમમાં આકાશમાં બલુન છોડવામાં આવ્યા હતા. યુનિટ બિલ્ડિંગ ખાતે ટ્રેસરહન્ટ અને ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે ડ્રોઈંગ, મહેંદી વગેરે સ્પર્ધાઓ યોજવા આવી હતી. જયારે આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીમાં સફાઇ સેવિકા તરીકે ફરજ બજાવતી મહિલાઓને રાજમાતા દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details