ગુજરાત

gujarat

ETV Bharat / state

MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન ચૂંટણીની તૈયારીઓ શરૂ, 10 ઓગસ્ટે થશે ચૂંટણી

વડોદરાઃ શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત થઈ છે. 10 ઓગસ્ટના રોજ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાશે. જેમના ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત 31 જુલાઈથી થશે.

vdr

By

Published : Jul 30, 2019, 11:20 PM IST

વિદ્યાર્થી સંધની ચૂંટણીની જાહેરાત થતા વિદ્યાર્થી ગ્રૃપ સક્રિય થયા છે. આ ચૂંટણીમાં ABVP અને NSUI વિદ્યાર્થી વચ્ચે ટક્કર જોવા મળશે. જય હો, SSG ગ્રુપ અને ક્રિષ્ના ગ્રુપ પણ ચૂંટણીના મેદાને છે.

સોમવારે એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એફ.જી.એસની સીટ માટે AISA ગ્રૃપ દ્વારા ડી.જી. ચુડાસમા અને રોયલ કલબ દ્વારા યોગેશ અગ્રવાલની ઉમેદવાર તરીકે જાહેરાત કરવામાં આવી હતી.ઢોલ નગારા સાથે બંને ગ્રુપો એ પોતાના એફ.જી.એસ. પદના ઉમેદવારની જાહેરાત કરી હતી.

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ

જો કે, હવે જયારે આગામી દિવસોમાં યુનિવર્સીટી ચૂંટણી યોજાવા જઈ રહી છે.ત્યારે યુનિવર્સીટી કેમ્પસમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.નવા શરૂ થતા FY B.Scના વિદ્યાર્થીઓનુ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીની ચૂંટણી જાહેર થતાં કેમ્પસમાં ગરમાવો આવી ગયો હતો.આ વર્ષેના નવા વિદ્યાર્થીઓમાં ચૂંટણીને લઇને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે, વિદ્યાર્થી સંઘની ચૂંટણીને લઇને વિદ્યાર્થી અગ્રણીઓ અને યુનિ.ના વિવિધ સંગઠનો દ્વારા નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે કેમ્પસમાં નવા વિદ્યાર્થીઓને આવકારતા હોર્ડિંગ્સો લગાવીને પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details