વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી (Stray cattle problem )રહ્યો છે. ગત અઠવાડિયે પણ ઢોરના કારણે એક યુવકનું મૃત્યુ થયું હતું. તેમ છતાં શહેરના રસ્તે ઢોર રખડતા જોવા મળી રહ્યા છે. જેના કારણે અવારનવાર લોકો અકસ્માતનો ભોગ (Stray cattle)બની રહ્યા છે. ગત બુધવારે આજવા રોડ એક આધેડ એક્ટિવા લઈને જતા હતા ત્યારે વચ્ચે ઢોર આવતા તે રસ્તા પર પડી ગયા હતા અને તેમને માથા અને મોઢાના ભાગે ઇજાઓ પહોંચતા ત્યાંજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
VMC ઢોર પાર્ટીની ટીમ પર હુમલાવડોદરા શહેરમાં રખડતા ઢોરને પકડવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ વડોદરા શહેરમાં અવારનવાર ઢોર પાર્ટીની ટીમ પર હુમલાના( Torture of stray cattle)બનાવો સામે આવી રહ્યા છે. ગઈકાલે બાપોદ કપુરાઈ બ્રિજ પાસે ઢોર પાર્ટીની ટીમ પર મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં દાદરડા અને પથ્થર સાથે મહિલાઓ દ્વારા હુમલો કરી ઢોર પાર્ટીએ પકડેલા 3 પૈકી 2 ઢોર મહિલાઓ છોડાવી ગઈ હતી. આ પ્રકારે રખડતા ઢોરને પકડવા જતી ટીમ પર હુમલો કરવા માટે મહિલાઓને પારાવાર આગળ કરતા હોવાના બનાવો વડોદરા શહેરમાં વધી રહ્યા છે.
આ પણ વાંચોStray Cattle Operation: પોલીસની હાજરીમાં ગોપાલકોની દાદાગીરી, વીડિયો આવ્યો સામે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહીવડોદરા મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને લઈ 1 એપ્રિલ 2021 થી આજ દિન સુધી 5766 જેટલા રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે. 1 ઓગસ્ટથી આજ દિન સુધી કુલ 157 ઢોર પકડવામાં આવ્યા છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આ માસમાં ત્રણ ઢોર વાળા સીલ કરવામાં આવે છે તો 2 ઢોરને 8300 દંડ દંડ વસૂલી પરત કરવામાં આવ્યા છે.
વડોદરા મહાનગરપાલિકા મેયર શું કહે છેવડોદરા શહેર મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા 10 મહિનાથી સઘન જુમબેશ ઉપાડવામાં આવી છે. 5700 થી વધુ ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા છે. 300 થી વધુ એફ આઈ આર પશુપાલકો પર નોંધવામાં આવી છે. જ્યારે ગંભીર ઘટનામાં જરૂર પડે તો પાસાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. જ્યાં પશુ માલિકો ન મળે ત્યાં ઢોરવાળા સીલ કરવાની પણ કામગીરી કરવામાં આવી છે. પશુપાલકો માટે ખટંબામાં 1 લાખ ફૂટમાં લાઇટિંગ, ફેનસિંગ,પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે પણ પશુપાલકો પોતાના ઢોરને ત્યાં મોકલવા તૈયાર નથી. રાજ્ય સરકારના ઢોરવાળા બનાવવાની કામગીરી પૂર્ણ થવા જઈ રહી છે. આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
આ પણ વાંચોસુરતમાં રખડતા ઢોર પકડાશે તો ત્રણ મહિના સુધી છોડવામાં નહીં આવે
ભાજપ ગાયમતાને નામે માત્ર રાજકારણ કરી રહ્યું વિપક્ષવડોદરા મહાનગરપાલિકાના વિપક્ષે નેતા અમી રાવતે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ગાય માતાના નામે માત્ર રાજકારણ કરી રહ્યું છે. વડોદરા શહેર 15 ઢોર મુક્ત કરવાની કામગીરી માત્ર કાગળ પર છે. રાજ્ય સરકારની જાહેરાત ઢોરવાળા શહેરની બહાર હોય તે પશુપાલકો માટે ખૂબ મુશ્કેલ છે. 25 થી વધુ લોકોએ રાજ્યમાં જીવ ગુમાવ્યા છે તે ખુબજ અયોગ્ય બાબત છે.