વડોદરા: ગત્ર રાત્રીએ વડોદરા શહેરમાં અમુક ઈસમો દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાશ થયો હતો, (Stone pelting arson and vandalism in Panigate area )શહેરના પાણીગેટ વિસ્તારમાં દિવાળીની રાત્રે એકાએક માહોલ ગરમાયો હતો, જેમાં બે કોમ વચ્ચે ભારે પથ્થર મારો થયો હતો, જેમાં વાહનોને આગચાંપી કરાઈ હતી. પોલીસને જાણ થતા અધિકારીઓનો કાફલો ઘટનાઓ સ્થળે પહોંચ્યા હતા.
વડોદરા: દિવાળીની રાત્રે પાણીગેટમાં 'હોળી', પોલીસ પર પેટ્રોલબોંબ ફેંક્યા - disturb peace on Diwali night in Vadodara
જ્યાં એક બાજુ લોકો મીઠાઈઓ અને ફટાકડાથી દિવાળી ઉજવી રહ્યા હતા તો બીજી(Vadodara stone pelting) બાજુ વડોદરા શહેરની એક ઘટનાથી આખુ વડોદરા હલબલી ગયુ હતુ. જુઓ આ ખાસ અહેવાલ.
વડોદરામાં મુસ્લિમ મેડિકલ કૉલેજ પાસે જે પથ્થરમારાની ઘટના બની છે. એમાં પોલીસે તાત્કાલિક પહોંચીને પગલાં લીધા છે. હાલમાં સ્થિતિ કાબુમાં છે. પથ્થરમારો શા કારણે થયો છે એ અંગે અમે સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છીએ. જે પ્રત્યક્ષદર્શી છે એની પાસેથી માહિતી લઈ રહ્યા છીએ. આગળના દિવસોમાં સખતમાં સખત કામગીરી કરવામાં આવશે. સ્ટ્રીટ લાઈટ બંધ કરીને પથ્થરમારો કરાયો છે કે કેમ એ અંગે તપાસ ચાલું છે. જે ઘરમાંથી પેટ્રોલબોંબ ફેંકાયો એ ઘરમાંથી પણ તપાસ કરવામાં આવી છે. એ ઘરમાંથી એક વ્યક્તિ મળી છે એની કાયદેસરની ધરપકડ કરી લીધી છે.---જસપાલ જગન્યા (વડોદરા SP)