ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં મહાનુભાવોની પ્રતિમાઓ બિસ્માર હાલતમાં - gujarati news

વડોદરા શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલી મહાનુભાવોની પ્રતિમાઓની દુર્દશા થઈ છે. જેને લઈ તંત્ર કે રાજકીય નેતાઓ હારતોરા કરી માત્ર ખોટી પ્રસિદ્ધિ મેળવવામાં રસ હોય તેમ લાગી રહ્યું છે.

vadodara
વડોદરામાં મહાનુભાવોની પ્રતિમાઓ બિસ્માર હાલતમાં

By

Published : Sep 20, 2020, 1:16 PM IST

વડોદરા: શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં અનેક મહાનુભાવો જેમાં દેશની આઝાદી માટે ઝઝૂમનાર સહિત સ્વાતંત્ર્ય સૈનાની તથા બલિદાન આપનાર શહીદની પ્રતિમાઓનો સમાવેશ થાય છે. હાલમાં આ તમામ પ્રતિમાઓની સારસંભાળ રાખવામાં ન આવતાં પ્રતિમાઓની હાલત બિસ્માર બની છે.

આવી સ્થિતિમાં મહાનુભાવોની માત્ર,જન્મ જયંતિ અને પુણ્યતિથિ નિમિત્તે જ તંત્ર દ્વારા સાફસફાઈ કરાવી પુષ્પાંજલી, શ્રદ્ધાંજલિ અર્પી ખોટી નામના અને પ્રસિદ્ધિ કેળવવા રસ હોઈ તેમ લાગી રહ્યું છે.

આ અંગે વડોદરા મહાનગરપાલિકાના પાર્ક એન્ડ ગાર્ડનના અધિકારી ચીખલીયાએ જણાવ્યું હતું કે, આ બધી પ્રતિમાઓ પંચધાતુની અથવા તો મિશ્ર ધાતુની છે. એમાં કોઈ કલર હોતો નથી. ધાતુ એ જ એનો કલર છે. પ્રતિમાઓ પર જે ડસ્ટિંગ હોય એ વારંવાર સફાઈ કરવાથી નીકળી જતું હોય છે. સતત વરસાદ પડતો હોય તો પ્રતિમાઓની કોઈ સફાઈની જરૂર પડતી નથી. ઓટોમેટીક કચરો નીકળી જતો હોય છે.કેમિકલથી કદી પણ આ પ્રતિમાઓ ધોવામાં આવી નથી. અને હાલમાં દર અઠવાડિયે પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં આવે છે જે અડધો કલાકનું કામ છે.

બીજી તરફ જો આ પ્રતિમાઓની સાફસફાઈ કરવામાં આવે છે. તો પછી જે પ્રતિમાઓની ખખડધજ હાલત થઈ છે. તેનું કેમ સમારકામ કરવામાં આવતું નથી. તેવા સવાલો ઉઠ્યા છે.

ABOUT THE AUTHOR

...view details