વડોદરા: શહેરમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓને ડામવા શહેર પોલીસ કાર્યવાહી કરી જ રહી છે. પરંતુ વધુ ચપડતાની જરૂરિયાત છે. જ્યારે ગતરોજ રાવપુરા પોલીસ ઊંઘતી ઝડપાઇ છે. જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલે રાવપુરા હદ વિસ્તારમાંથી જુગારધામ ઝડપ્યું. શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા કાકા સાહેબના ટેકરા પર ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને જુગારધામ ચલાવતી મહિલા સહિત 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. તેઓ પાસેથી 1.95 લાખનો મુદ્દમાલ પણ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગન 11 જુગારીઓ પર ત્રાટકી, 1.95 લાખનો મુદ્દામાલ કબ્જે 11 જુગારીઓને ઝડપી પાડ્યા:સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપાયેલા આરોપીઓ અને મુદ્દમાલને લઈ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી હતી. શહેરના દાંડિયા બજાર અને ભરચક વિસ્તાર ગણાતા કાકા સાહેબના ટેકરા પર ચાલતા જુગારધામ અંગે રાવપુરા પોલીસ અજાણ છે, ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે ખેલ પાડી દીધો હતો. ગતરોજ સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામ પર દરોડો પાડી જુગારધામ ચલાવતી મહિલા સહિત 11 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ત્યારે કહી શકાય કે સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ આ જુગરધામ ચાલતો હોઈ શકે છે.
સ્થાનિક પોલોસ સામે સવાલો:શહેરમાં ચાલી રહેલી અનૈતિક પ્રવૃતિઓ સામે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. જુગારધામ પર દરોડા પાડવામાં આવે છે અને મુદ્દમાલ સહિત 11 લોકો આંકડાનો ખેલ ખેલી રહ્યા છે, ત્યારે સ્થાનિક પોલીસને બદલે સ્ટેટ મોનીટરીંગ સેલ કાર્યવાહી કરે છે, તો ચોક્કસથી સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થાય છે. આ કામગીરીમાં સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ કર્મીઓ દ્વારા ઓપરેશન પાર પાડી કાર્યવાહી કરવામાં આવી છે, જે અંગે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
આરોપીઓ અને મુદ્દમાલ: આ કાર્યવાહીમાં સ્થળ પરથી જુગારધામ ચલાવતી મહિલા 1) તારાબેન રાવળ(રહે. કાકા સાહેબનો ટેકરો, 2) ધનિયાબેન કહાર (રહે. કાકા સાહેબનો ટેકરો, 3) ફિરોજ બાબી (રહે.બજાણીયા વાસ ગોરવા), 4) સાબીર અહમદભાઈ દિવાન (રહે.પાલેજ વાલાળા ની ચાલી સયાજીગંજ, 5) દિલાવર મલેક (રહે.તાંજલિયા), 6) રસીદભાઈ કબીરભાઈ શેખ (રહે.તુલસીવાડી), 7) અમીન ગનીભાઈ છેલાવાળા ( રહે.ન્યાય મંદિર), 8) સંતોષ જ્યોતિરામ જદતા ( રહે. ખંડેરાવ માર્કેટ), 9) હુસેન ગુલામભાઈ કુરેશી (રહે.નવા યાર્ડ), 10) કિશન સખારામ ફણસે (રહે. સમન્વય સ્ટેટસ અટલાદરા પાદરા રોડ), 11) રમેશ મંગળભાઈ રાણા (રહે. ફતેપુરા) ને ઝડપી પાડ્યા હતા. સ્ટેટ મોનિટર સેલે કાકા સાહેબના ટેકરા પર ચાલતા જુગારધામ નો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસએ સ્થળ પરથી એક લાખ રોકડ, છ મોબાઈલ અને બે વાહન સહિત કુલ કિંમત રૂપિયા 1.95 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
- Gambling Den: ડિલિવરી બોય બની ત્રાટકેલી પોલીસે 150થી વધુ જુગારીઓને ઝડપ્યા
- ગુજરાતીઓ શ્રાવણમાં લાખો રૂપિયાનો જુગાર રમ્યાં, કુલ 442 જુગારીઓ પાસેથી મોટો દલ્લો કબજે