Harsh Sanghavi: રાજ્યના ગૃહપ્રધાન વડોદરાના પ્રભારી બન્યા બાદ પહેલી મુલાકાત વડોદરા:જિલ્લાના પ્રભારી અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મળેલી વડોદરા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં 2023-24ના વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા આયોજન મંડળની વિવિધ જોગવાઈઓ હેઠળ વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં કુલ રૂપિયા.1100 લાખના વિવિધ 536 વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
મંજૂરી આપવાનો વિચાર:રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર વિકાસલક્ષી અનુદાનોની મદદથી જિલ્લાના તમામ તાલુકાઓમાં નાગરિકો માટેની પાયાની સુવિધાઓ જેવી કે,ગંદા વસવાટની નાબૂદી, ગ્રામ રસ્તા, પાણી પુરવઠા, પ્રાથમિક શિક્ષણ,ભૂમિ સંરક્ષણ, પોષણ,વીજળીકરણ,સ્થાનિક વિકાસ અને પ્રાથમિક આરોગ્યના ક્ષેત્રોમાં 15 ટકા વિવેકાધિન હેઠળ સૂચિત 536 કામોને અમલીકરણ માટે મંજૂરી આપવાનો વિચાર વિમર્શ કરવામાં બેઠકમાં કરવામાં આવ્યો હતો.
26 કામ મંજૂરઃ આ બેઠકમાં જિલ્લાની ચાર નગર પાલિકાઓમાં રૂપિયા 100 લાખના ખર્ચથી નિર્માણ થનાર 26 કામોનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર પાસેથી 15 ટકા વિવેકાધિન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.895 લાખ અને ખાસ અંગભુત હેઠળ રૂ.80 લાખ મળીને કુલ રૂપિયા 975 લાખ મળવાપાત્ર છે. તેની સામે કુલ રૂપિયા 975 લાખના અંદાજિત ખર્ચથી 499 કામોનું સૂચિત આયોજન તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો 100 Crore Land Scam: ક્રાઈમબ્રાન્ચ ફોર્મમાં, આરોપી સાથે દસ્તાવેજ કરનારા ગ્રાહકોને દબાણ દૂર કરવા નોટિસ
સ્કૂલોનું કામ ચાલુ થાય:વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે પ્રઘાનને અમારી રજૂઆત હતી કે નંદેસરી અને ગણોલી વડોદરાને જોડતો ઇન્સ્ટ્રીયલ બ્રિજનું કામ ગણા વર્ષોથી ગોકળગાયની ગતીએ ચાલે છે. 2017થી શરૂ થયેલુ કામ આજ સુધી પૂરુ થયુ નથી.નંદેસરી,રણોલી અને તમામ એરિયાને જોડતો આ રોડ છે. તેથી લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ બાબતે મારી રજૂઆત હતી. મંત્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે કે આ કામ સત્વરે પૂરુ કરો આ સાથે જ વાઘોડિયા તાલુકાના 108 ગામમાં પાણીનો પ્રશ્ન છે તેમાં 34 ગામમાં પાણી ચાલુ થઇ ગયુ છે.
આ પણ વાંચો VCCI Expo: વીસીસીઆઇ એક્સ્પોના બીજા દિવસે અંદાજે એક લાખ લોકોએ પ્રદર્શનનો લીધો લાભ
કે પ્રભારી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મિટીંગ મળી હતી. જેમાં જિલ્લા થઇ રહેલા કામો અને સમીક્ષા કરવામાં આવી હતી. કામ ક્યાં પહોંચ્યુ છે અને નાની મોટી તકલીફો છે તેને દૂર કરી કામ આગળ વધારવા માટે હર્ષ સંઘવીએ સૂચના આપી હતી. તેવી જ રીતે સાવલી વિસ્તારમાં પાણીપૂરવઠા અબજપૂરા- મીઠાપુરા યોજના જે 65 ગામોને પાણી આપે છે. તેમાં કોઇ તકલીફ હોવાથી અમારા અમુક ગામોને પાણી મળતુ નથી. આ અંગે તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના આપી હતી-બરોડા ડેરી મામલે હુ રૂબરુ મંત્રીને મળવાનો છું અને વિગતવાર ચર્ચા પણ કરીશ. બરોડા ડેરી મામલે મે 10 દિવસની મુદ્દત આપી છે તેમાંથી 4 દિવસ ગયા છે 6 દિવસ બાકી છે જો નિર્ણય નહીં આવે તો તેનું પરિણામ ભોગવવા બરોડા ડેરીના સત્તાધીશો તૈયાર રહે. --કેતન ઇનામદાર (ધારાસભ્ય )
અન્ય ગામોમાં જલદી પાણી ચાલુ થાય તે માટેની મારી રજૂઆત હતી. અને ટેન્ડરના કારણે વાઘોડિયા તાલુકાની જર્જરીત સ્કૂલોમાં બાળકો બેસીને ભણી નથી શકતા ત્યારે આ ટેન્ડરીંગની પ્રક્રિયા જલદી પૂરી કરી નવી સ્કૂલોનું કામ ચાલુ થાય આ તમામ મુદ્દે મેં આજે રજૂઆત કરી હતી--ધર્મેન્દ્રસિંહ વાઘેલા (ધારાસભ્ય )