- રાજ્યના DGP આશિષ ભાટિયા વડોદરાની મુલાકાતે આવ્યા હતા
- આશિષ ભાટિયા પોલીસ ખાતાનાં 4 વિવિધ કાર્યક્રમોમાં રહ્યા હતા ઉપસ્થિત
- ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો શુભારંભ કરવામાં આવ્યો હતો
વડોદરાઃ સ્થિત પ્રતાપનગર પોલીસ મુખ્ય મથક ખાતે 27મી DGP ક્રિકેટ કપ અને ટી-20 કપનું મેચોનો શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ હરણી પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી કોર્નરનો શુભારંભ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ લોકો અને પોલીસ વચ્ચે સેતુરૂપ અભિગમના "લોકોલક્ષી અભિયાન" અને "સિટીઝન દ્વારા લોસ્ટ ઓફ પ્રોપર્ટી લોસ્ટ" પર યોજાયેલી કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતાં.
રાજ્યના DGP આશિષ ભાટિયા આવ્યા હતા વડોદરાની મુલાકાતે આશિષ ભાટિયાએ અંતમાં પોલીસ ભવન કચેરીની મુલાકાત
અંતમાં પોલીસ ભવન કચેરીની મુલાકાત લીધી હતી. જ્યાં વડોદરા શહેરની "શી ટીમ"નાં કાઉન્સિલિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ભૂમિ પૂજન કર્યું હતું. વડોદરા શહેરના પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સિંઘ તેમજ પોલીસ બેડાનાં ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે જોડાયા હતા, ત્યાર બાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ કાળ બાદ હવે રાબેતા મુજબની જિંદગી શરૂ થઈ રહી છે, ત્યારે ટી-20 ટુર્નામેન્ટએ પોલીસના કર્મચારીઓની શારીરિક સ્ફૂર્તિ માટે જરૂરી છે. ઉપરાંત મિસિંગ ચિલ્ડ્રન બાબતે 2007ના આંકડા મુજબ ગુજરાતમાં 2300 બાળકો મિસિંગ હતાં. જેમાંથી 95 ટકા બાળકો મળી આવેલા છે.
આશિષ ભાટિયાએ અધિકારીઓને અભિનંદન આપ્યા
અમદાવાદ અને સુરતમાં બહારથી આવતાં લોકોના બાળકો વધારે મિસિંગ થાય છે. જ્યારે વડોદરામાં તેનું પ્રમાણ ઓછું છે. રાજ્ય સરકારના બજેટમાં આ વર્ષે 22 જિલ્લાઓમાં હ્યુમન ટ્રાફિકિંગ રોકવા માટે ટીમ માટેનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર મહિલા પોલીસ કર્મીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. મહિલાઓ પોતાના બાળકોને ત્યાં મૂકી પોતાની ડ્યૂટી નિભાવી શકશે. તેમણે શી ટીમની કામગીરી જાણકારી મેળવીને તેની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને અભિનંદન આપ્યા હતાં.