ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં કરોડોના ખર્ચે વસાવવામાં આવેલ સાધનો શોભાના ગાંઠિયા સમાન - SSG hospital in Vadodara city equals hundreds of crores of equipment to be costly

વડોદરા : શહેરની એસએસજી હોસ્પિટલમાં કરોડોના ખર્ચે વસાવવામાં આવેલ સાધનો શોભાના ગાંઠિયા સમાન હોવાનું સામે આવી રહ્યું છે. હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓના સીટી સ્કેન માટે સરકાર દ્વારા 15 કરોડનાં ખર્ચે લાવવામાં આવેવ મશીન બંધ અને ઘૂળઘાણી હાલતમાં છે. ત્યારે સરકારે આપેલી સુવિધા છતા, તેની આવી હાલત કરવા બાબતે અનેક પ્રકારનાં ગંભીર સવાલો ઉભા થયા છે.

vadodara
વડોદરા

By

Published : Jan 11, 2020, 5:22 PM IST

દેશમાં અનેક શહેરોમાં સરકારી હોસ્પિટલોમાંથી સામે આવી રહેલા મોતનાં આંકડા અને આંકડામાં થઇ રહેલા અવિરત વધારા વચ્ચે કોટાની જે.કે.લોન હોસ્પિટલમાં થયેલા 112 બોળકોનાં મોત માટે પ્રાથમિક તપાસમાં ચીનની હલકી ગુણવત્તાવાળી મેડિકલ એક્સેસરીઝ અને મશીનરીઝનો વપરાશ અને કમિશનનું પ્રોપર સેટીંગ તેમજ સરકાર દ્વારા લાખો ખર્ચી ખરીદવામાં આવેલા છતા, બંધ પડેલા મશીનો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બાળકોનાં મોતનો આ આંકડો ગુજરાતના શહેરોની સરકારી હોસ્પિટલોમાં પણ બિલકુલ ઓછો નથી. ઉલ્ટાનું રાજસ્થાનને પણ પાછળ છોડી શકે તેવા આંકડા ગુજરાતની હોસ્પિટલોમાંથી પણ સામે આવ્યા છે. ત્યારે ફરી આવી જ ગંભીર બેદરકારી અને લાલીયાવાડી વડોદરાની હોસ્પિટલમાંથી પણ સામે આવી રહી છે.

વડોદરા શહેરની SSG હોસ્પિટલમાં કરોડોના ખર્ચે વસાવવામાં આવેલ સાધનો શોભાના ગાંઠિયા સમાન


વડોદરાની સરકારી હોસ્પિટલમાં લાલીયાવાડીને કારણે સરકાર દ્વારા લોકોની મહેનત અને પરસેવાનાં પૈસાથી 15 કરોડના ખર્ચે લોકોનો જીવ બચાવવા ખરીદવામાં આવેલ મશીન ધૂળધાણી હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલનાં તંત્ર પર આ મામલે અને આ રીતે સરકારે આપેલી સુવિધા છતા, તેની આવી હાલત કરવા બાબતે અનેક પ્રકારનાં ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. શું ગુજરાતમાં પણ કોટાની હોસ્પિટલની જેમ કમિશનનું સેટીંગ નથી થયું. જેથી વડોદરાની હોસ્પિટલમાં આ મશીનરી દર્દીનાં જીવ બચાવવાને બદલે મશીનરી પોતે જ બચાવો બચાવો બરાડી રહી છે.

આપને જણાવી દઇએ કે, વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓના સીટી સ્કેન માટે સરકાર દ્વારા 15 કરોડનાં ખર્ચે લાવવામાં આવેવ મશીન બંધ અને ઘૂળઘાણી હાલતમાં છે. ત્યારે કેન્સર વોર્ડ માટે લાવવામાં આવેલ મશીન બંઘ હોવાથી કેન્સરના દર્દીઓએ ટેસ્ટ માટે ખાનગી લેબમાં જવું પડે છે.

જેમાં અનેક સવાલો ઉભા થયા હતા. શા કારણે ઉપયોગમાં નથી લેવાતું મશીન ? ખાનગી સેન્ટર સાથે મિલીભગત કારણભૂત ?

ABOUT THE AUTHOR

...view details