ગુજરાત

gujarat

ETV Bharat / state

SSC Board Exam Result 2023: વડોદરા જિલ્લામાં 62.24 ટકા પરિણામ, ગત વર્ષ કરતા વધ્યું - Vadodara Student SSC Board Exam Result

વડોદરા જિલ્લામાં 62.24 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ગત વર્ષ કરતા પરિણામમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. આજે સવાર 8:00 વાગ્યે પરિણામ આવ્યું હતું. ધોરણ 10ના વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય દિવસથી પરિણામની રાહ જોઇ રહ્યા હતા. એ રાહનો આજે અંત આવ્યો છે.

SSC Board Exam Result 2023: વડોદરા જિલ્લામાં 62.24 ટકા પરિણામ, ગત વર્ષ કરતા પરિણામમાં વધારો
SSC Board Exam Result 2023: વડોદરા જિલ્લામાં 62.24 ટકા પરિણામ, ગત વર્ષ કરતા પરિણામમાં વધારો

By

Published : May 25, 2023, 1:13 PM IST

વડોદરા જિલ્લામાં 62.24 ટકા પરિણામ

વડોદરા: રાજ્યભરમાં આજે એસએસસી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં વડોદરા જિલ્લામાં 62.24 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતાં 1.3 ટકા વધુ છે. ગત વર્ષે 61.21 ટકા પરિણામ આવ્યું હતું. આજે પરિણામ જાહેર થયા બાદ ઓનલાઈન રિઝલ્ટ જોયા બાદ વિદ્યાર્થીઓએ ખુશી વ્યક્ત કરી હતી. આ પરિણામ ખૂબ સારું હોવાનું શિક્ષણવીદ કહી રહ્યા છે. કારણ કે કોરોના કાળમાં ઓનલાઈન અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ છે.

"મારે ધોરણ 10નું પરિણામમાં 99.38 PR આવ્યા છે. દિવસમાં બે થી ત્રણ કલાકની મહેનત તો ખુબજ કહેવાય જો તમે સારી રીતે અભ્યાસ કરી રહ્યા છો. જો અભ્યાસ કરી રહ્યા છો તો એટલુંજ કહેવું છે કે સારી રીતે ભણતા હોય તો માત્ર બે થી ત્રણ કલાક જ અભ્યાસ કરવાની જરૂર છે. હું ભારતમાં રહી ભારતને વિકસાવવા માંગુ છું હાલ ભારત ખૂબ આગળ વધી રહ્યું છે-- અનન્યા મિશ્રા (વિદ્યાર્થીની)

માતૃભાષામાં નાપાસ:બોર્ડ દ્વારા ધોરણ 10નું સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં પ્રથમ ભાષા અને માતૃભાષા તરીકે ગુજરાતીમાં જ 97,586 જેટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ધોરણ 10નું કુલ 64.62 ટકા પરિણામ જાહેર થયું છે. હજારોની સંખ્યામાં ગુજરાતી અને લાખોની સંખ્યામાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ નપાસ થયા હોવાનું પરિણામમાં સ્પષ્ટ સામે આવ્યું છે.

"ગત વર્ષ કરતા આ વર્ષમાં બહુ તફાવત નથી. પરંતુ ખૂબ મહત્વની બાબત એ છે કે આ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ત્રણ વર્ષ સુધી વાસ્તવિક શિક્ષણ નથી મેળવી શક્યા તેઓ કોરોના કાળ દરમ્યાન ઓનલાઈન શિક્ષણ મેળવ્યું છે. આમ પણ ધોરણ 10માં બેઝિકનેસ અને સ્ટાન્ડર્ડનેસ ના આધારે પરીક્ષા આપી છે. જે પરિણામ આવ્યું છે તે ઘણું સારું છે. જે સફળ થાય છે તેઓને અભિનંદન અને સફળ નથી થઈ શક્ય તેઓને આગામી જુલાઈ માસમાં બે વિષયની પરીક્ષા આપી શકશે"--પરેશ શાહ (આચાર્ય)

નિરાશ થવાની જરૂર નથી: પરેશ શાહ આચાર્ય વધુ માહિતી આપતા જણાવે છે કે, આ સિવાયન અન્ય વિદ્યાર્થીઓ કે જે બે કરતા વધુ વિષયમ નાપાસ થયા છે. તેઓ નિરાશ થવાની જરૂર નથી ફરી આ વિષયમાં તૈયારી શરૂ કરી દો અને આ પરિણામ તમારા માટે અલ્પ વિરામ છે. પૂર્ણ વિરામ નથી. માતા પિતાને પણ અપીલ છે કે, કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પ્રેસર ન આપે અને નાપાસ થનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપી ફરી મહેનત કરી સફળ થાય અને કોઈ અજુકતું પગલું ન ભારે તે માટે કોઈ પ્રેસર ન લાવે.

  1. Vadodara Crime : હાઈ પ્રોફાઈલ CA દુષ્કર્મના કેસમાં નવો વળાંક, ફરિયાદી હોસ્ટાઈલ જાહેર
  2. Vadodara News : વરણામાં વેસ્ટેજ પ્લાસ્ટિકના કચરાના કારણે કંપનીમાં ભીષણ આગ
  3. Vadodara News : વડોદરા મનપાની મોટી કાર્યવાહી, ભેળસેળવાળા વનસ્પતિ ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો

ABOUT THE AUTHOR

...view details