ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરા જિલ્લાના ડેસર ગામમાં સેનિટાઈઝરનો છંટકાવ કરાયો - વડોદરા જિલ્લાના ડેસર ગામમા સેનિટાઈઝર દવાનો છંટકાવ

વડોદરા જિલ્લાના ડેસર ગામમાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા ગામની તમામ શેરીઓ અને રસ્તાઓ પર સેનિટાઈઝરનો છંટકાવ કરવામાં આવ્યો છે.

Vadodara
વડોદરા

By

Published : Jun 7, 2020, 1:02 PM IST

વડોદરા: જિલ્લાના ડેસર ગામમાં કોરોના વાઈરસ સંક્રમણનો 1 કેસ સામે આવ્યો હતો. ત્યારે સાવચેતીના પગલાં રૂપે સમગ્ર ડેસર ગામમાં નગરપાલિકા અને ગ્રામ પંચાયત દ્વારા ગામની તમામ શેરીઓમાં તેમજ મુખ્ય રસ્તાઓ પર સેનિટાઇઝરનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લાના ડેસર ગામમાં સેનિટાઈઝર દવાનો છંટકાવ

જેમાં સરપંચ દ્વારા પ્રજાજનોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવાની સલાહ પણ આપવામાં આવી હતી. ડેસર ગામમાં કોરોનાનો એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. ડેસરની 45 વર્ષની મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details