વડોદરા: આવનાર તહેવારોને ધ્યાનમાં લઈ વડોદરા પશ્ચિમ રેલવે દ્વારા વિશ્વામિત્ર રેલવે સ્ટેશનથી મહારાષ્ટ્રના કુંડાલ સુધી મુસાફરોની સુવિધા માટે અને ગણપતિ ઉત્સવ 2023 દરમિયાન વધારાના ધસારાને સમાવવા માટે વધારાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધા પશ્ચિમ રેલવેએ વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી મહારાષ્ટ્રના કુડાલ વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
વિકલી 4 ટ્રીપ:આ સુવિધા માટે ટ્રેન નંબર 09150/09149 વિશ્વામિત્રી - કુડાલ વીકલી સ્પેશિયલ વિકલી 4 ટ્રીપ ટ્રેન નંબર 09150 વિશ્વામિત્રી - કુડાલ વીકલી સ્પેશિયલ વિશ્વામિત્રીથી દર સોમવારે 10.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 04.10 કલાકે કુડાલ પહોંચશે. આ ટ્રેન 18 સપ્ટેમ્બર અને 25 સપ્ટેમ્બર 2023ના રોજ દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09149 કુડાલ - વિશ્વામિત્રી સાપ્તાહિક વિશેષ દર મંગળવારે કુડાલથી 06.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 01.00 કલાકે વિશ્વામિત્રી પહોંચશે. આ ટ્રેન 19મી સપ્ટેમ્બર અને 26મી સપ્ટેમ્બર 2023ના રોજ દોડશે.