ગુજરાત

gujarat

ETV Bharat / state

World Summer Games 2023 : જર્મનીમાં વડોદરાના મનો દિવ્યાંગ સોહમ વધારશે દેશનું ગૌરવ, વર્લ્ડ સમર ગેમ્સમાં થઇ પસંદગી - World Summer Games 2023

વડોદરાનો સોહમ રાજપુત જર્મનીના બર્લિનમાં દેશનું ગૌરવ વધારવા જઈ રહ્યો છે. જર્મનીમાં સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. જેમાં મનો દિવ્યાંગ સોહમની પસંદગી થઈ છે. ત્યારે સોહમ ઇન્ટરનેશનલ કક્ષાએ એથ્લેન્ટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે

World Summer Games 2023 : જર્મનીમાં વડોદરાના મનો દિવ્યાંગ સોહમ વધારશે દેશનું ગૌરવ, વર્લ્ડ સમર ગેમ્સમાં પસંદગી
World Summer Games 2023 : જર્મનીમાં વડોદરાના મનો દિવ્યાંગ સોહમ વધારશે દેશનું ગૌરવ, વર્લ્ડ સમર ગેમ્સમાં પસંદગી

By

Published : Jun 7, 2023, 6:49 PM IST

વડોદરાના મનો દિવ્યાંગ સોહમ વધારશે દેશનું ગૌરવ

વડોદરા :આગામી 17થી 25 જૂન દરમિયાન જર્મનીના બર્લિન ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ યોજાનાર છે. જેમાં દિશા ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ટ્રેનિંગ લેનાર મનો દિવ્યાંગ ખેલાડી સોહમ રાજપૂત ઇન્ટરનેશનલ કક્ષાએ એથ્લેન્ટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જે હાલમાં સારી મહેનત કરી રહ્યો છે અને તેણે આશા વ્યક્ત કરી છે કે ગોલ્ડ મેડલ મેળવી દેશનું નામ રોશન કરશે.

હું બર્લિનની રમવા જવાનો છું અને 4x400 રિલે અને 800 મીટર રેસ માટે પસંદગી થઈ છે. મને ખુબ સારું લાગી રહ્યું છે અને મને આશા છે કે હું ગોલ્ડ મેડલ મેળવીશું.- સોહમ રાજપુત ( ભારતનું પ્રતિનિધિત્વ કરનાર)

થોડી જવાબદારી વધુ :આ અંગે સોહમના પિતા ધર્મેશ રાજપુતે જણાવ્યું હતું કે, મારો દીકરો વર્ષ 2019થી એથ્લેન્ટ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છે. હવે તે જર્મની ખાતે રમવા જવાનો છે. નેશનલ લેવલે રમ્યા બાદ હવે ઇન્ટરનેશનલ લેવલે પહોચ્યો છે. ત્યારે તે પોતાના દેશ, સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટરનું નામ રોશન કરે તેવી આશા છે. તે સારું પરફોર્મ કરી ગોલ્ડ મેળવે તેવી આશા છે. નોર્મલ પરેન્ટ્સ કરતા 4થી 5 કલાક વધારે ફાળવવા પડે છે.

ખૂબ મહેનત કરાવીએ છીએ :આ અંગે કોચ અમૃત ખાંટે જણાવ્યું હતું કે, હું દિશા સ્કૂલમાં સ્પેશિયલ એજ્યુકેટેડ અને સ્પોર્ટ્સ તરીકે કામ કરું છું. સોહમ રાજપુત સ્પેશિયલ ઓલમ્પિકમાં ઇન્ટરનેશનલ લેવલે બર્લિન જર્મની ખાતે રમવા જવાનો છે. જે 4x400 રિલે 800 મીટર રનિંગમાં ભાગ લીધો છે. તેના માટે ખૂબ મહેનત કરાવીએ છીએ રોજ સવારે સાંજ 4થી 5 કલાક મહેનત કરે છે. આશા રાખીએ છીએ કે ઇન્ડિયા તરફથી ખૂબ સારું પર્ફોમ કરી ગોડ મેળવે.

20 હજાર સ્વયં સેવકો સાથે 190 દેશ ભાગ લેશે :આ ઓલિમ્પિકમાં ગુજરાતના 12 મનો દિવ્યાંગ રમતવીરો જેમાં 2 યુનિફાઇડ ખેલાડી અને 10 કોચનું ચયન થયું છે, જે ગુજરાત માટે ગૌરવની વાત છે. મનો દિવ્યાંગો માટેનું સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ સમર ગેમ્સ 2023માં વિશ્વના 190 દેશોના 7 હાજરથી વધુ સ્પેશિયલ એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે. જેમાં 3 હજાર કોચ, રેફરી, ઓફિસિયલ અને 20 હજાર સ્વયંસેવકો આમાં સેવાઓ આપવાના છે.

આંતરાષ્ટ્રીય સ્તરે પસંદગી :જર્મની જનાર ભારતના 289 સભ્યોના ડેલીગેશનમાં ગુજરાતના 12 મનો દિવ્યાંગ રમતવીરોમાં વડોદરાનો મનો દિવ્યાંગ ખેલાડી સોહમ રાજપુતની એથ્લેટિક્સમાં 400x4 રીલે રેસ અને 800 મીટર રેસ માટે પસંદગી થઈ છે. સોહમ રાજપુત દિશા સ્પેશિયલ સ્કૂલમાં વોકેશનલ કોર્સ કરે છે. આર.કે સ્પોર્ટ્સ એકેડમી ખાતે ડૉ. લક્ષ્મણ સિંહ રાઠોડ પાસેથી રમતગમતની તાલીમ લઈ રહ્યો છે. ડૉ.વિકાશ અગ્રવાલ (ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન, એસવીઆઈટી-વાસદ અને સ્પોર્ટ્સ ડાયરેક્ટર, સ્પેશિયલ ઓલિમ્પિક્સ, વડોદરા)ની ટેબલ ટેનિસ કોચ તરીકે પસંદગી થઈ છે. જેઓ છેલ્લા 18 વર્ષથી મનો દિવ્યાંગ ખેલાડીઓ સાથે કામ કરી રહ્યા છે.

મનો દિવ્યાંગ માટે આંતરરાષ્ટ્રીય સંસ્થા :સ્પેશિયલ ઓલિમ્પિક્સ મનો દિવ્યાંકતા ધરાવ વ્યક્તિઓ માટે કાર્ય કરતી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. જેનું હેડકવાટર અમેરિકાના વોશિંગ્ટન ડી.સી. ખાતે આવેલા છે. તેની નીચે સાત રિજનલ આવેલા છે. એશિયા પેસેફિક રિજીઅનમાં ભારત આવેલ છે. સ્પેશિયલ ઓલિમ્પિક્સ વિશ્વના માનસિક દિવ્યાંગ વ્યક્તિઓને રમતગમત દ્વારા સમાજમાં તેમના પુન સ્થાપનનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે.

289 સભ્યોનું ડેલીગેશન ભારતનું પ્રતિનિધિ કરશે :આ 16માં વર્લ્ડ સમર ગેમ્સમાં એથ્લેટિક્સ, બાસ્કેટબોલ,બેડમિન્ટન, બીચ વોલબોલ, સાઇકલિંગ, ફુટ સેલ, ફૂટબોલ, હેન્ડબોલ, જુડો, પાવર લિફ્ટિંગ, રોલર સ્પોર્ટ્સ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેનિસ, જેવી કુલ 16 આંતરરાષ્ટ્રીય રમતોમાં 202 એથ્લેટ્સ, 59 કોચ અને 25 ઓફિશિયલ તથા અન્ય મળીને 289 સભ્યોનું ડેલીગેશન ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યું છે. ગુજરાતના 12 ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ આંતરરાષ્ટ્રીય સ્તરે કરવા જઈ રહ્યા છે.

  1. Street For All: પર્યાવરણ જાગૃતિ માટે VIA દ્વારા સ્ટ્રીટ ફોર ઓલનું આયોજન
  2. Kutch News : કચ્છી રમત બખમલાખડાએ જમાવ્યું આકર્ષણ, જાણો કોમી એકતા દર્શાવતી રમત વિશે
  3. Gir Somnath News : સમર કેમ્પમાંથી યોગાને કોમનવેલ્થ ગેમ્સ અને ઓલમ્પિકમાં સ્થાન આપવા માંગ

ABOUT THE AUTHOR

...view details