વડોદરા શહેરના અટલાદરા ખાતે કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ કાઢી કેરબામાં ભરીને બહાર મોકલવામાં આવતું હોવાની બાતમી SOG ટીમને મળી હતી. ત્યારબાદ બાતમીને આધારે પોલીસે મુજ મહુડાના જોગણીમાતાના મંદિર પર વોચ રાખી હતી. તે દરમિયાન ટુવ્હિલર પર બે કેરબા લઇ જતા સ્કૂટર ચાલકને અટકાવી તપાસ કરી હતી. તેમની પાસેના બંને કેરબામાંથી ૩૫-૩૫ લિટર ડીઝલ મળી આવ્યું હતું. બાદ પોલીસને તેમની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.
VMCના વાહનોમાંથી ડીઝલ ચોરી કૌંભાડ ઝડપાયું, 2ની ધરપકડ
વડોદરાઃ શહેરના અટલાદરામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહનોમાંથી ડીઝલ કાઢીને વેચવાનું કૌભાંડ SOGએ ઝડપી પાડ્યું છે. ડીઝલ ચોરી મામલે 2 આરોપીની ધરકપડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા VMCના વાહનોમાંથી ડીઝલ ચોરતાં 2 આરોપી SOGએ ઝડપ્યાં
SOGની પ્રાથમિક પૂછપરછમાં ડીઝલ ચોરીનું કૌભાંડ એક વર્ષથી ચાલી રહ્યું હોવાની બહાર આવ્યું હતું. બંને આરોપીઓ શબ્બીર અને સંતોષને જેપી રોડ પોલીસને હવાલે કરાયા છે. જો કે, પોલીસ તપાસમાં ડીઝલ ચોરી કૌભાંડમાં હજુ પણ વધુ નામ બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.