SOGને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવામાં આવી હતી અને સમય સુચકતાથી ફાતિમાબીબી શેખને છૂટક ગાંજો વેચતા રંગે હાથે ઝડપી હતી. જો કે, હાલ તો પોલીસે N.D.P.S એકટ હેઠળ મહિલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા SOGએ નશીલા પદાર્થ ગાંજા સાથે મહિલાની કરી ધરપકડ - VADODRA
વડોદરા: શહેર પોલીસ દ્વારા યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવા માટે શહેર પોલીસ દ્વારા વડોદરા નશામુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે યુવા પેઢીને નશાના રવાડે ચઢાવી તેમની જીંદગી સાથે ચેડાં કરતા તત્વોને ઝડપી પાડવા વડોદરા શહેર પોલીસ સતર્ક છે. વડોદરા શહેરની દાદી અમ્મા દરગાહ નજીક ગાંજો વેચતી મહિલાની SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે ધરપકડ કરી હતી.
VDR
જો કે, હાલ તો પોલીસે મહિલાને આ નશીલો પદાર્થ કોણ પહોંચાડતું હતું તે અંગે વધુ તપાસ હાથ ધરી સપ્લાય કરનાર શખ્સને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.