ગુજરાત

gujarat

ETV Bharat / state

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા કેન્દ્ર સરકારે વિરુદ્ધ સુત્રોચ્ચાર - Nationwide strike by trade unions

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બેંકો સહિત વિવિધ સરકારી એકમોને ખાનગીકરણ કરવા તરફ પ્રયાસો હાથ ધર્યા છે. જેના વિરોધમાં સંયુક્ત કામદાર સમિતિ, સયુંકત ટ્રેડ યુનિયન સમિતિ, સયુંકત કિસાન મોરચા તેમજ વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા ઉગ્ર સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

દેશવ્યાપી વિરોધ દિવસ
દેશવ્યાપી વિરોધ દિવસ

By

Published : Mar 16, 2021, 2:27 PM IST

  • કેન્દ્ર સરકાર દ્વારા ખાનગીકરણ થકી વિરોધ
  • ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ તેમજ વિરોધ પ્રદર્શન
  • મોટી સંખ્યામાં કામદારો અને ખેડૂતો જોડાયા

વડોદરા : કેન્દ્ર સરકાર દ્વારા દેશની બેંકો, રેલ્વે, એરપોર્ટ સહિત જાહેર સાહસોના ખાનગીકરણ થકી કામદાર વિરોધી નીતિઓના વિરોધમાં સમગ્ર દેશના દસ મોટા ટ્રેડ યુનિયનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલ તેમજ વિરોધ પ્રદર્શનનું આહવાન કરવામાં આવ્યું હતું. સોમવારે સયુંકત ટ્રેડ યુનિયન આઈટુક, ઈનટુક સહિત કિસાન મોરચાના ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. બેનરો, પોસ્ટરો સાથે ઉગ્ર સુત્રોચ્ચાર કરી વડાપ્રધાનને રજુઆત કરવા માટે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કામદારો અને ખેડૂતો જોડાયા હતા.

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો : જામનગરમાં 3500 જેટલાં બેન્ક કર્મચારીઓ હડતાલમાં જોડાયા



દેશની સુરક્ષા વ્યવસ્થા પણ જોખમમાં મુકાશે
સયુંકત ટ્રેડ યુનિયનનો અને ખેડૂતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, 1990ના દાયકામાં સરકાર દ્વારા ગ્રાંટ કરારમાં સહી કરી અને WTOમાં સભ્યપદ સ્વીકાર્યું ત્યારથી જ આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ, લિબ્રેલાઈઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઈઝેશનની પ્રક્રિયાની શરૂઆત થઈ અને તે પછીની તમામ સરકારોએ એની એ જ રીતે નિયમોને આગળ ધપાવી આજે NDAએ સરકાર ખાનગીકરણ અને કોર્પોરેટીકરણની પ્રક્રિયાને પુર જોશમાં આગળ વધારી રહ્યા છે. તે કારણોસર દેશની સુરક્ષા વ્યવસ્થા પણ જોખમમાં મુકાઇ જશે.

કરોડો મહેનત કરતી આમ જનતાના નાણાં જોખમમાં મુકાશે

સરકાર રેલ્વે, BSNL, BPCL, કોલસા, વીજળી, LIC, ખેતી તથા ખેતપેદાશને ખાનગીકરણ કરી કોર્પોરેટ ઉદ્યોગ ગૃહોને સોંપવા માટેના કાયદાકીય ફેરફારો અને સુધારા કરી રહ્યા છે. માત્ર એટલું જ નહિ અનેક સરકારી અને સરકારી બેંકોના પહેલા મર્જર બાદમાં ખાનગીકરણ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના કારણે કરોડો મહેનત કરતી આમ જનતાની મહેનતથી કમાયેલા અને બેંકમાં મુકાયેલા નાણાં પણ જોખમમાં મુકાઈ જશે.

આ પણ વાંચો : રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ, 10 લાખ કર્મચારીઓનું સમર્થન

બેરોજગારી અને મોંઘવારીમાં વધારો થશે

બેરોજગારીમાં ભયાનક વધારો થશે અને મોંઘવારી પણ ખુબ જ વધશે. લેવાયેલા આ પગલાં માત્રને માત્ર કોર્પોરેટ ઉદ્યોગ ગૃહોના માલિકોના મહત્તમ નફાખોરી, લાલસા અને લૂંટ બેરોકટોક ચાલી શકે તે આશયથી જ કામદાર કાયદાઓમાં ફેરફાર કરી કામદાર કોડબીલ દાખલ કરવામાં આવી છે. ત્રણ કૃષિબીલો પસાર કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રિસીટી 2020ના બિલને પસાર કરવાની તૈયારી કરવામાં આવી છે. જેનો વડોદરાના તમામ મહેનત કરતા અને સામાન્ય જનતા તરફથી સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો અને સયુંકત કિસાન મોરચા દ્વારા ખાનગીકરણ અને કોર્પોરેટીકરણનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details