વડોદરાઃ પાદરા ડેપો દ્વારા છ શિડ્યુલ શરૂ કરાયા છે. જેમાં પાદરાથી વડોદરા સેન્ટ્રલ ડેપો, પાદરા-કીર્તિ-પાદરાથી કરજણ અને પાદરાથી સંતરામપુર બસ હાલ દોડી રહી છે. જેમાં રોજ સરેરાશ 150ની આસપાસ પ્રવાસીઓ લાભ લઈ રહ્યા છે. કોરોના સામે સુરક્ષામાં દોડી રહેલી બસને પહેલાં સેનેટાઈઝ કરવામાં આવે છે.
પાદરા એસ.ટી બસ ડેપો પર છ શિડ્યુલમાં બસનાં રૂટ શરૂ - lockdown effect in vadodara
વડોદરામાં પાદરા એસ.ટી બસ ડેપો ચાર દિવસથી ધીમી ગતિએ શરૂ થયો છે. જેમાં છ શિડ્યુલમાં બસનાં રૂટ શરૂ થયા છે. અને કોરોનાનાં તમામ નિયમોનું પાલન કરીને યાત્રાળુઓ પ્રવાસ કરી રહ્યા છે.
વડોદરામાં પાદરા એસ.ટી બસ ડેપો પર છ શિડ્યુલમાં બસનાં રૂટ શરૂ
ત્યારબાદ દરેક પ્રવાસીઓને ટેમ્પ્રેચર ગનથી ટેસ્ટ કરવામાં આવે છે. મોટી બસમાં 20 પ્રવાસી અને નાની બસમાં 15 પ્રવાસીઓને બેસવા દેવામાં આવે છે. કંડકટર માસ્ક અને હાથ મોજાથી સજ્જ હોય છે અને તમામ પ્રવાસીઓને માસ્ક ફરજિયાત પહેરવામાં આવે છે. બસ પાછી ફરતા ફરી સેનેટાઈઝ કરીને મૂકવામાં આવે છે. રોજ સરેરાશ 4 હજારથી 6 હજાર ભાડું આવી રહ્યું છે.