વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરનું આશ્રય સ્થાન છે.આ નદીમાં મોટી સંખ્યામાં મગર વસવાટ કરે છે. ઘણી વખત આ મગર માનવ વસ્તીમાં પણ ઘુસી આવતા હોય છે.વડોદરા શહેર અને જિલ્લામાં થયેલા વરસાદ બાદ પાણીના જળસ્તરમાં વધારો થયો અને મગર જાહેર માર્ગો પર પણ જોવા મળતા હતા.
વડોદરા જિલ્લામાંથી 6 મગરનું રેસ્ક્યૂ કરાયું,જુઓ વીડિયો - આજવા સરોવર
વડોદરા: શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મગર મળી આવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.શહેર નજીકના કાંઠા વિસ્તારોમાં હજૂ પણ મગર માનવ વસ્તીઓમાં આવી ચઢતા હોવાથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી વિવિધ સ્થળો પરથી 6 જેટલા મગરનું રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ,વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે ફરીથી રહેણાંક વિસ્તારમાં મગર આવી જતાં ગ્રામજનોના જીવ તાળવે ચોટી ગયા હતા. એક મકાનમાં મગર આવી જતાં વડોદરાની જીવદયા સંસ્થાને જાણ કરવામાં આવી હતી.ફોરેસ્ટ અને સંસ્થાના કાર્યકરોએ પાંચ ફૂટના મગરનું રેસ્ક્યૂ કર્યું હતું.
ઉપરાંત શહેર નજીક આવેલા આજવાના થીમપાર્ક પાસે પણ એક મગર દેખાતાં તેનું રેસ્ક્યૂ કરી આજવા સરોવરમાં છોડી દેવાયો હતો.વડોદરા આણંદ રોડ પર 9 ફૂટનો મગર આવી જતાં જીવદયા સંસ્થાના કાર્યકરોએ તેનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.