વડોદરા શિનોર તાલુકામાં માત્ર છ માસમાં એક માર્ગ ખખડધજ થઈ જતાં ગ્રામજનોનો (Sinor to Malsar Road) ભારે રોષ સામે આવી રહ્યો છે. શિનોર તાલુકાના માંડવા, સુરાશામળ થઈ યાત્રાધામ માલસરને જોડતો માર્ગ છ માસ પૂર્વે રીકાર્પેટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ માત્ર છ માસમાં આ માર્ગ ખખડધજ થઈ જતાં ગ્રામજનો રોષે ભરાયા છે. તેમજ કોન્ટ્રાક્ટર અને તંત્રના અધિકારીઓની મીલીભગત સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. (Sinor to Malsar Road damage)
છ માસમાં માર્ગ ખખડધજ : ગ્રામજનોનો કોન્ટ્રાક્ટર પર ભારે રોષ - Sinor to Malsar Road damage
વડોદરાના શિનોર તાલુકામાં માત્ર છ માસમાં (Sinor to Malsar Road) માર્ગ ખખડધજ થઈ જતા ગ્રામજનોને આક્રોશ સામે આવ્યો છે. માર્ગને કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાના ગ્રામજનોના આક્ષેપ કર્યા હતા. (Sinor to Malsar Road damage)
ગ્રામજનોના આક્ષેપમાંડવા અને સુરાશામળ ગામનાં આગેવાનો તેમજ ગ્રામજનોએ આ રોડની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરની કામગીરીમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપર્યું હોવાના આક્ષેપ કર્યા છે. તેમજ ઉચ્ચ કક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે. ઉલ્લેખનીય ગ્રામજનો દ્વારા માંગણી ઉઠવા પામી છે કે, આ રોડના બાંધકામથી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. જેથી માર્ગનું નવીનીકરણ સર્વે થાય તો સ્થાનિક લોકોને મોટી રાહત થાય. હલકી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. (Road damage in Vadodara)
ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી શિનોર તાલુકાના માલસર ગામને જોડતો નવો બનેલ માર્ગ ટૂંક સમયમાં ખખડધજ થઈ ગયો છે. મસ મોટા ખાડા પડી ગયા છે અને તંત્રએ ખર્ચ કરેલા નાણાં વેડફાઈ ગયા છે. આ બાબતે ગ્રામજનો તંત્રને ઉગ્ર રજૂઆત કરી ચૂક્યા છે. પરંતુ તેનો ઉકેલ ન આવતા હવે ચૂંટણી બહિષ્કારનું એલાન કર્યુ છે. જેથી સ્થાનિક કક્ષાએ દોડધામ મચી જવા પામી છે.(road damage complaint in Vadodara)