ગુજરાત

gujarat

ETV Bharat / state

ચાવાળાનો પુત્ર ઈન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં માટે ક્વોલિફાઈ થયો - Vadodara

વડોદરા: કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણ રોકી શકતો નથી. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં ચાની લારી ચલાવતા પિતાના એક પુત્રએ કિક બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયનશિપ જીતી હતી. હવે તે તુર્કી ખાતે યોજાનારા ઇન્ટરનેશનલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે જશે. મહત્વની વાત એ છે કે આર્થિક તંગી અને સુવિધાઓના અભાવ વચ્ચે ચાવાળાના છોકરાએ આ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. વડોદરાના આ લાલે વડોદરા જ નહીં દેશનું નામ પણ રોશન કર્યું છે.

સિધ્ધાર્થ બન્યું વડોદરાનું ગૌરવ,

By

Published : Jul 23, 2019, 11:29 AM IST

Updated : Jul 23, 2019, 2:24 PM IST

હરિયાણાના રોહતક ખાતે નેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલ યોજાઈ હતી. જેમાં વડોદરાના સિધ્ધાર્થ નિલેશ ભાલેઘરે આ સ્પર્ધા જીતી લીધી હતી. ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બનતા સિધ્ધાર્થ હવે ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપ માટે ક્લોલિફાય થયો છે અને તુર્કી ખાતે યોજાનારા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે.


આ સિદ્ધીથી તેના માતા-પિતાએ જણાવ્યું હતું કે, સિદ્ધાર્થને પાંચ વર્ષની વયથી જ રમત ગમતનો શોખ હતો. તેનો શોખ જોઈને અમે તેને કરાટેમાં મૂક્યો હતો. આર્થિક રીતે નબળા હોવા છતાં તેના સપના સાકાર કરવાના પ્રયત્ન કર્યા હતો. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી દેશનું નામ રોશન કરશે તેવી ખુશી સાથે લાગણી વ્યકત કરી હતી. જોકે ગુજરાતના ઈતિહાસમાં કદાચ પહેલી આવી ઘટના બનશે કે કોઈ ગુજરાતી ફાઈટર વિશ્વ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે અને ભારતનું પ્રતિનિધિત્વ વિશ્વ ફલક પર કરશે.

ઇન્ટરનેશનલ કિક બોક્સિંગ ચેમ્પિયનશિપમાં માટે ક્વોલિફાઇ
Last Updated : Jul 23, 2019, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details