ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરના આ પરિવાર દ્વારા 87 વર્ષથી તૈયાર કરાય છે શ્રીજીની મૂર્તિ - Gujarati News

આગામી સમયમાં ગણેશ મહોત્સવમાં વડોદરાના રાજમહેલ ખાતે દર વખતની જેમ રાજવી પરિવાર દ્વારા બેસાડવામાં આવતી ગણેશજીની મૂર્તિ ચૌહાણ પરિવારના ત્રણ ભાઈઓ દ્વારા બનાવવામાં આવશે. જે લગભગ 87 વર્ષથી આજ પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસના શ્રીજીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે.

વડોદરના આ પરિવાર દ્વારા 87 વર્ષથી તૈયાર કરાય છે શ્રીજીની મૂર્તિ
વડોદરના આ પરિવાર દ્વારા 87 વર્ષથી તૈયાર કરાય છે શ્રીજીની મૂર્તિ

By

Published : Aug 17, 2021, 1:19 PM IST

  • 87 વર્ષથી ચૌહાણ પરિવાર દ્વારા તૈયાર કરાય છે શ્રીજીની મૂર્તિ
  • 1927માં રાજમહેલ ખાતે મૂર્તિ બેસાડવાની શરૂઆત થઇ
  • રાજમહેલ ખાતે તેજ સ્વરૂપમાં ગણેશજીની પ્રતિમાં બેસાડવામાં આવે છે

વડોદરા:શહેરના રાજમહેલ ખાતે રાજવી પરિવાર દ્વારા બેસાડવામાં આવતી ગણેશજીની મૂર્તિ ચૌહાણ પરિવારના ત્રણ ભાઈઓ દ્વારા બનાવવામાં આવે છે. લગભગ 87 વર્ષથી આ જ પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસના શ્રીજીની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે.

ગણેશજીની પ્રતિમાં અંગે ચિત્ર તૈયાર કરવામાં આવ્યું

1927માં રાજમહેલ ખાતે જ્યારે ગણેશજીની મૂર્તિ બેસાડવાની શરૂઆત થઈ ત્યારે તેઓના પિતા દ્વારા તે મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી, ત્યારબાદ મહારાજા દ્વારા કાશીથી પંડિતો તથા વિદ્વાનોને બોલાવવામાં આવ્યા હતા અને વિધિવત રીતે ગણેશજીની પ્રતિમાં કેવી હોવી જોઈએ તથા તેનો રંગ કેવો હોવો જોઈએ તે અંગે ચિત્ર તૈયાર કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:આણંદ: બાળકીએ બનાવી ગણેશજીની ઈકોફ્રેન્ડલી મૂર્તિ, જાણો શું છે ખાસિયત

વર્ષોથી ગણેશજીની પ્રતિમાં તૈયાર કરવામાં આવે છે

વર્ષોથી વડોદરા શહેરના રાજમહેલ ખાતે તેજ સ્વરૂપમાં ગણેશજીની પ્રતિમાં બેસાડવામાં આવે છે. જોકે અગાઉ તેઓના પિતા દ્વારા ગણેશજીની પ્રતિમાં તૈયાર કરવામાં આવતી હતી પરંતુ ત્યારબાદ ત્રણ ભાઈઓ દ્વારા આ ગણેશજીની પ્રતિમાં તૈયાર કરવામાં આવે છે. જે ભાવનગરથી આવેલી ખાસ પ્રકારની રાખોડી રંગની માટીમાંથી બનાવવામાં આવે છે.

આ પણ વાંચો:કોરોના કાળમાં ગણપતિના શ્રી ગણેશ, ઇકો ફ્રેન્ડલી મૂર્તિની ડિમાન્ડ

આખાત્રીજના દિવસે આ પ્રતિમાં બનાવવાનું મુહૂર્ત

આખાત્રીજના દિવસે આ પ્રતિમાં બનાવવાનું મુહૂર્ત કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રતિમાં તૈયાર થતાં એક મહિના જેટલો સમય લાગે છે જોકે આ ખાસ પ્રતિમા લંબાઇમા સચોટ 3 ફૂટ અને 90 કિલો વજન ધરાવે છે. જોકે હાલ રાજમહેલની ખાસ ગણેશજીની પ્રતિમાં બની ગઈ છે માત્ર રંગરોગાન કરી તેને તૈયાર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details