ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના નેહરુ ચાચા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશોએ તંત્ર સામે કર્યા સૂત્રોચ્ચાર - Shiv Sena spokesperson Tejas Brahmbhatt

વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ નેહરુ ચાચા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ્ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ રવિવારના રોજ અવિરત વરસી રહેલા ભારે વરસાદમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

basic-facilities
વડોદરાના નેહરુ ચાચા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો દ્વારા કરાયા સૂત્રોચ્ચાર

By

Published : Aug 31, 2020, 2:55 AM IST

વડોદરાઃ શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ નેહરુ ચાચા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાના અભાવે ત્રાહિમામ્ પોકારી ઉઠેલા સ્થાનિક રહીશોએ રવિવારના રોજ અવિરત વરસી રહેલા ભારે વરસાદમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

વડોદરાના નેહરુ ચાચા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો દ્વારા કરાયા સૂત્રોચ્ચાર

શહેરના પૂર્વ વિસ્તાર આજવા રોડ કમલાનગર પાછળ આવેલા નહેરુ ચાચા વિસ્તારમાં 800 થી 900 મકાનો આવેલા છે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. પૂરતા પ્રમાણમાં પાણી નથી આવી રહ્યું, તેમજ રોડ રસ્તા બનાવવામાં નથી આવ્યા.

છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવને દૂર કરવા સ્થાનિક કોર્પોરેટરો, વોર્ડ ઓફિસો, પાલિકા, ધારાસભ્ય, સાંસદ સુધી આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવતા રવિવારના રોજ વડોદરા શહેર શિવસેનાના પ્રવક્તા તેજસ બ્રહ્મભટ્ટની આગેવાનીમાં વિસ્તારના રહીશોએ અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદમાં તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો અને જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details