વડોદરા: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એપીએલ-1ના કાર્ડ ધારકોને પણ સોમવાર 13મી એપ્રિલથી મફતમાં અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈ વડોદરા જિલ્લામાં કુલ 4.17 લાખ નોન એન.એફ.એસ.એ. APL-1ના કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળનાર છે.
ફેર પ્રાઈઝ શોપના યુવાનનું કોરોનાથી મોત, સસ્તા અનાજની દુકાનધારકોએ કાળી પટ્ટી ધારણ કરી શ્રદ્વાંજલી પાઠવી - વડોદરામાં કોરોના
રાજ્ય સરકાર દ્વારા એપીએલ-1 કાર્ડના ધારકોને મફતમાં અનાજ આપવાની જાહેરાતના પગલે વડોદરા શહેરની સસ્તા અનાજની દુકાનો પરથી અનાજનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ ફેર પ્રાઈઝ શોપના 27 વર્ષના યુવાનનું કોરોનાથી મોંત નિપજતાં શહેરના 800 સસ્તા અનાજની દુકાનધારકોએ મૃતક યુવાનને શ્રધ્ધાંજલી આપવા કાળા રંગનું ટી શર્ટ અને કાળી પટ્ટી ધારણ કરી અનાજ વિતરણ કરવાનો નિર્ણય લીધો છે.
વડોદરા શહેરમાં તમામ સસ્તા અનાજની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સ કેળવી એપીએલ-1ના કાર્ડ ધારકોને 10 કિ.ગ્રા ઘઉં, 3 કિ.ગ્રા ચોખા, 1 કિ.ગ્રા.ખાંડ, અને 1 કિ.ગ્રા.ચણા, ચણાદાળનું વિનામૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.
તો બીજી તરફ ફેર પ્રાઈઝ શોપના યુવા 27 વર્ષીય ભાર્ગવ પટણીનું કોરોનાંથી મોત નિપજતાં પરિવારજનો સહિત તમામ ફેર પ્રાઇઝ એસોસિએશનમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. જે અંતર્ગત મૃતક ભાર્ગવને શ્રધ્ધાંજલી અર્પણ કરવા વડોદરા શહેરના 800 જેટલાં સસ્તા અનાજની દુકાન ધરકોએ કાળા રંગનું ટી શર્ટ અને કાળી પટ્ટી ધારણ કરી એપીએલ-1 ના કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ વિતરણ કર્યું હતું.