શત્રુઘ્ન સિન્હાએ પોતાના આગવી અંદાજમાં ભાજપ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, "નોટબંધી બાદ જી.એસ.ટી.ને લઈને ચાર્ટડ એકાઉન્ટનું ભલું થયું લોકોનું નહીં. જ્યારે ચૂંટણી આવે ત્યારે રામ મંદિરનો મુદ્દો આગળ લઇ આવે છે. લોકોને પોતાની જરૂરિયાતોથી મતલબ છે. હું તાનાસાહીને બરદાસ્ત નહીં કરૂ મને બધી રાજકીય પાર્ટી બોલાવતી હતી. જે લોકોએ અન્યાય કર્યો એ લોકોને દૂર કરવા નવા ભારતનું સપનું સાકાર કરવું છે. મને લાગ્યું કોંગ્રેસ પાર્ટી જ સાચી દિશા માં છે. એટલે હું કોંગ્રેસમાં જોડાયો."
સિન્હાનું વડોદરામાં સંબોધન, ભાજપ પર પ્રહાર તો અડવાણી-વાજપેયીની કરી પ્રંશસા - Vadodara
વડોદરાઃ લોકસભા ચૂંટણી પ્રચારને હવે ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પટણાના સાંસદ શત્રુઘ્ન સિન્હાએ વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસના યુવા ઉમેદવાર પ્રશાંત પટેલના પ્રચાર અર્થે વડોદરા પહોંચ્યા હતા. વડોદરા આ સાથે જ સિન્હાએ જાહેર સભાને સંબોધતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.
શત્રુઘ્ન સિન્હાનું વડોદરામાં જનતાને સંબોધન
વધુમાં તેમણે ખેડૂતોના મુદ્દાને લઈ કહ્યું કે, "બે કરોડને રોજગારીના વાયદા ક્યાં ગયા..? ખેડૂતો આત્મહત્યા કરે છે, એ લોકો માટે શું કર્યું.? જેવા આક્ષેપો સાથે ભાજપને આડે હાથ લીધી હતી. ભાજપ દ્વાર ખોટા વાયદા જ કરવામાં આવ્યા છે. હવે કોંગ્રેસને પણ મોકો મળવો જોઈએ. મને વિશ્વાસ છે સત્તા પરિવર્તન નહીં વ્યવસ્થા બદલાવ જરૂરી છે. નવી દિશામાં હું મારું યોગદાન આપીશ."