ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરાના સાવલીમાં નિરીક્ષકો દ્વારા દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ - સાવલી સેન્સ પ્રક્રિયા

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરવા ઈચ્છતા દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરા જીલ્લાના સાવલી તાલુકા ખાતે ભાજપાના નિરીક્ષકોએ ચૂંટણી લડવા માંગતા દાવેદારોના સેન્સ લીધા હતા.

vadodara
vadodara

By

Published : Jan 27, 2021, 11:48 AM IST

  • આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટના દાવેદારોના સેન્સ લેવાયા
  • સાવલીમાં ભાજપા નિરીક્ષકોએ માહિતી મેળવી
  • 6 વોર્ડની 24 બેઠકો માટે દાવેદારોના સેન્સ લેવાયા

વડોદરાઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવવા ઈચ્છતા દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરા જીલ્લાના સાવલી તાલુકા ખાતે ભાજપાના નિરીક્ષકોએ ચૂંટણી લડવા માંગતા દાવેદારોના સેન્સ લીધા હતા.

જીલ્લામાં ભાજપા નિરીક્ષકોએ દાવેદારોને સાંભળી તાગ મેળવ્યો

સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં ભાજપામાંથી ચૂંટણી લડવા ટિકિટના દાવેદારોના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જિલ્લામાંથી નિમણૂક કરાયેલા ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોએ સાવલી ટીંબા રોડ પર આવેલા ચામુંડા ફાર્મ પર બેઠકનું આયોજન કર્યું હતું. ગુજરાતભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલીમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભાજપા દ્વારા નિમણૂક કરાયેલી નિરીક્ષકોએ સાવલી ટીંબા રોડ પર આવેલા ચામુંડા ફાર્મ પર બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરાના સાવલીમાં નિરીક્ષકો દ્વારા દાવેદારો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

ટિકિટ દાવેદારોના ફોર્મ મેળવી પાર્ટી અને સમાજસેવાના કાર્યો અંગે મેળવી માહિતી

સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 બેઠકોની ભાજપાના બેનર તળે ચૂંટણી લડવા માંગતા દાવેદારોએ જીલ્લામાંથી આવેલા નિરીક્ષકો મહેશભાઈ પટેલ ડભોઇ, પરાગભાઈ પરમાર વડોદરા અને વિરબાળા બેન પાદરાવાળાએ ટિકિટ દાવેદારોના ફોર્મ મેળવી પાર્ટી અને સમાજસેવાના કાર્યોમાં તેઓએ કરેલા યોગદાનની માહિતી મેળવી હતી. જ્યારે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સીટના દાવેદારોએ જીલ્લાના નિરીક્ષક કમલેશભાઈ પરમાર વિનિતાબેન પંડ્યા જગદીશભાઈ ઠક્કરને પોતાની દાવેદારીના ફોર્મ રજૂ કર્યા હતા. સાવલી નગર ભાજપા શહેર પ્રમુખ રચિત શાહ, મહામંત્રી અંકિત રાણા ,દક્ષેશભાઈ પટેલ,તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ અર્જુનસિંહ સહિતના કાર્યકરો હોદ્દેદારોએ સફળ સંચાલન કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details