ભારત ચૂંટણી પંચે ઠરાવેલા નિયમો મુજબ અને પારદર્શકતાની ખાતરી મળે તે રીતે EVM અને VVPAT તેમજ સ્ટાફ નર્સ અને MIની પ્રક્રિયાઓ દેખરેખ હેઠળ એકદમ પારદર્શક રીતે હાથ ધરવામાં આવી હતી. EVMના સેકન્ડ રેન્ડમાઇઝેશનના પગલે જે વિધાનસભા વિસ્તારોમાં આજે મતદાન મથકો છે, ત્યાં કયા નંબરના EVM, VVPAT મશીનો રાખવામાં આવશે તે, નિર્ધારિત કરવામાં આવ્યું છે. જ્યારે સ્ટાફ દ્વારા સ્ટાફની વિગતો એકત્ર કરવામાં આવી છે.
વડોદરા ચૂંટણી માટે EVM-VVPATનું સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું - Loksabha Election 2019
વડોદરાઃ લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે, તેથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મુક્ત, તટસ્થ, નિર્ભય તથા સરળ મતદાનની ખાત્રી આપતી વિવિધ વ્યવસ્થાઓ ભારતના ચૂંટણી પંચના દિશા નિર્દેશોને ચુસ્ત રીતે અનુસરીને કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવાની પૂર્વ તૈયારીઓના ભાગરુપે વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.
વડોદરા લોકસભા ચૂંટણી 2019
ગત્ત ૨૫ માર્ચના રોજ જે ફર્સ્ટ રેન્ડેમાઇઝેશન કરવામાં આવ્યું હતું. તેથી વડોદરા સંસદિય બેઠકના સાત વિધાનસભા વિસ્તારોના મતદાન મથકોની સંખ્યા, અનામત પ્રમાણે EVM, VVPATની ફાળવણી કરવામાં આવી હતી. તેવી જ રીતે સ્ટાફના સેકન્ડ રેન્ડેમાઇઝેશન દ્વારા વડોદરા સંસદિય બેઠકના પ્રત્યેક વિધાનસભા વિભાગના મતદાન મથકો ખાતે ફરજ બજાવવા માટે કુલ જરૂરીયાત પ્રમાણે 110 ટકા સ્ટાફની પારદર્શકતા સાથે ફાળવણી કરવામાં આવી હતી. હવે ત્રીજા રેન્ડેમાઇઝેશન દ્વારા મતદાન મથકે ફરજ બજાવવા માટે મતદાન કર્મચારીઓની ટીમો બનાવવામાં આવશે.