- કોરોના કાળમાં 10 મહિના બાદ શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
- વડોદરામાં રાજ્યપ્રધાને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું
- વિદ્યાર્થીમાં ખુશીનો માહોલ
વડોદરાઃ કોરોનાના 297 દિવસ બાદ આજથી સ્કૂલ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલ ધોરણ 10 અને 12ના અને પીજીના કોલેજોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવ્યા છે. ત્યારે વડોદરાની બરોડા ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કૂલ ખાતે રાજ્યપ્રધાને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
રાજ્યપ્રધાન સ્માઈલી બલૂન આકાશમાં છોડી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી
રાજ્યમાં કોરોના વાઇરસના પગલે લોકડાઉન અને ત્યારબાદ કેસમાં થતી વધઘટના કારણે છેલ્લાં 297 દિવસથી એટલે કે આશરે દશ મહિનાથી બંધ રહેલી સ્કૂલ કોલેજો આજથી શરૂ થઈ હતી. સ્કૂલોમાં ધોરણ 10-12ના જ વિદ્યાર્થીઓને બોલાવાયા છે. જ્યારે કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવ્યા છે. સ્કૂલોમાં રોજે રોજ શૈક્ષણિક કાર્ય થશે. જ્યારે કોલેજોમાં તારીખ પ્રમાણે અભ્યાસ કરાવવામાં આવશે. જો બધુ સમુસુતરું પાર ઉતર્યું તો ફેબ્રુઆરી માસથી સ્કૂલોમાં પણ ધોરણ 9 અને 11 તથા કોલેજોમાં અંતિમ સિવાયના વર્ષના વિદ્યાર્થીઓનો પણ અભ્યાસક્રમ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. હાલ આજથી વડોદરામાં સ્કૂલોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેટલીક શાળાઓ ખાતે વિદ્યાર્થીઓનું ઉમળકા ભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
વડોદરાની ઓએનજીસી ખાતે આવેલી બરોડા અંગ્રેજી માધ્યમ હાઈસ્કૂલમાં રાજયપ્રધાન યોગેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી રંગબેરંગી બલૂન છોડી વિદ્યાર્થીઓના ઉમળકા ભેર સ્વાગત સાથે શૈક્ષણિક સત્રનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત કોરોના મહામારીને ખાસ ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને હેન્ડ સેનેટાઇઝ તેમજ થર્મલ ગનથી ટેમ્પરેચર તપાસીને જ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ખાસ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિત સરકારની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા શિક્ષણાધિકારી ડો.યુ.એન.રાઠોડ તેમજ શાળાના સંચાલકો શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરામાં પણ શાળાનો પ્રારંભ, રાજ્યપ્રધાન દ્વારા વિદ્યાર્થીઓનું કરાયું સ્વાગત - વડોદરા શાળા
કોરોનાના 297 દિવસ બાદ આજથી સ્કૂલ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલ ધોરણ 10 અને 12ના અને પીજીના કોલેજોમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને જ બોલાવવામાં આવ્યા છે. ત્યારે વડોદરાની બરોડા ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કૂલ ખાતે રાજ્યપ્રધાને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
sa
જોકે આજે પ્રથમ દિવસે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. જેથી કહી શકાય કે કોરોનાના કારણે હજી પણ વાલીઓ તેમના બાળકોને શાળા કોલેજોમાં મોકલતાં ભય સેવી રહ્યા છે.