- સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજને સર્ટી ફિકેશન મળ્યું
- કોવિડ કાળમાં એન એ બી એલ કમિટી રચના કરવામાં આવી
- બાયો કેમિસ્ટ્રી વિભાગ હેઠળ કાર્યરત ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબ
વડોદરાઃ સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજની ઉમદા અને ગુણવત્તાસભર સેવાઓની કદર થઈ છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માધ્યમથી ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને એન.એ.બી.એલ. સર્ટી ફિકેશન પ્રદાન કરવામાં આવ્યું છે. તેમ તબીબી અધિક્ષક ડૉ.રંજન ઐયર દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, ટીમ સયાજીના ભાગરૂપે પ્રયોગશાળા દ્વારા ખાસ કરીને કોરોના અને મ્યુકરના રોગચાળામાં અવિરત સેવાઓ પ્રદાન કરવામાં આવી છે અને તેનાથી અસરકાર સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ મદદ મળી છે.
આ પણ વાંચોઃહવે ઘરે બેઠા થશે કોરોના ટેસ્ટ, પુણેની માય લેબ કંપનીએ બનાવી કીટ
મેડિકલ ટેસ્ટિંગના ક્ષેત્રમાંના નિર્ધારિત માપદંડો
ઉપરોક્ત સંસ્થા દ્વારા મેડિકલ ટેસ્ટિંગના ક્ષેત્રમાંના નિર્ધારિત માપદંડો અનુસાર ગુણવત્તા અને દક્ષતાની જરૂરિયાતોની તલસ્પર્શી ચકાસણીને આધારે આ પ્રમાણપત્ર પ્રદાન કરવામાં આવ્યું છે. આ અમારે માટે ગૌરવની ક્ષણ છે. એવી લાગણી તબીબી અધિક્ષકએ વ્યક્ત કરી છે.
બીજીવાર આ પ્રતિષ્ઠિત પ્રમાનીતીકરણ પ્રાપ્ત થયું
કોવિડ કાળમાં એન.એ.બી.એલ. કમિટીની રચના કરવામાં આવી છે. જેનું અને બાયો કેમિસ્ટરી વિભાગનું અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે. આ સર્ટિફિકેસન માટે સચોટ દસ્તાવેજો સાથે અરજી તૈયાર કરવાની સમગ્ર કામગીરી બાયો કેમિસ્ટ્રી વિભાગના ડૉ. શિલ્પા જૈને, તબીબી અધિક્ષકના સમુચિત માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક પૂરી કરી જેના પરિણામે સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજને બીજીવાર આ પ્રતિષ્ઠિત પ્રમાનીતીકરણ પ્રાપ્ત થયું છે.
આ પણ વાંચોઃ સુરતની VNSGUમાં RT- PCR લેબ શરૂ કરવામાં આવી
વિભાગના તબીબો અને તમામ કર્મચારીઓ સેવાને છે સમર્પિત
અહીંની લેબ સેવાઓનો માત્ર વડોદરા શહેર અને જિલ્લાના જ નહિ પણ મધ્ય ગુજરાત અને રાજ્યના અન્ય જિલ્લાઓના અને પાડોશી રાજ્યોના રોગ પીડિતોને વિનામૂલ્યે મળ્યો છે. જેની નોંધ લેવી ઘટે સયાજી હોસ્પિટલ અને બરોડા મેડિકલ કોલેજના છત્ર હેઠળ કાર્યરત બાયો કેમીસ્ટ્રી વિભાગની ક્લિનિકલ કેમિસ્ટ્રી લેબોરેટરીએ કોવિડ કટોકટી દરમિયાન રોગ પરીક્ષણમાં અને સારવાર નિર્ધારિત કરવામાં ખૂબ ઉપયોગી ડી ડાયમર, એલ.ડી.એચ., એ.બી.જી.એનાલીસિસ, hba1c અને ફેરિટિન જેવા ટેસ્ટ અવિરત કર્યા છે. કટોકટીભર્યા ઓગસ્ટ 2020થી મે 2021 ના સમયગાળા દરમિયાન અહીં કુલ 53,7,725 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે અભૂતપૂર્વ કામગીરી છે. કોરોનાની સારવારમાં ડાયાબિટીસના નિયમનની ખૂબ અગત્યતાને ધ્યાનમાં લઈને બાયો કેમિસ્ટ્રી લેબ દ્વારા 24 કલાક બ્લડ સુગર ચકાસણી અને hba1c ટેસ્ટ કરવામાં આવ્યા અને સંબંધિત તબીબોને એના ઓનલાઇન રિપોર્ટ ત્વરિત મળી શકે એવી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છેે. આ વિભાગના તબીબો અને તમામ કર્મચારીઓ આ સમર્પિત સેવા માટે સલામને પાત્ર છે.