સાવલીના ધારાસભ્યએ ખેડૂતોના પડતર પ્રશ્નો બાબતે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો - corona cases in vadodra today
વડોદરાના સાવલીના ધારાસભ્યએ ખેડૂતોના પડતર પ્રશ્નો બાબતે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો. 135 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદારે ફરી એકવાર ખેડૂતોના પ્રશ્નો બાબતે કૃષિપ્રધાન સહિત મુખ્યપ્રધાનને પત્ર લખ્યો હતો.
સાવલી ધારાસભ્યએ ખેડૂતોના પ્રશ્નો બાબતે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
વડોદરાઃ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે નારાજગી વ્યક્ત કરતા પ્રજાલક્ષી નિર્ણયનો અમલ કરાવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કૃષિપ્રધાન આર. સી. ફળદુને પત્ર લખ્યો હતો. પત્રમાં ધારાસભ્યોનો વીડિયો કોન્ફરન્સમાં રજુઆત બાદ તમાકુની ખરીદી બજાર સમિતિ (APMC)કરશે તેવી, જાહેરાત મુખ્યપ્રધાનએ કરી હતી. પરંતુ વિલંબ થતા પત્ર લખ્યો હતો.