વડોદરા:વડોદરા શહેરના દંતેશ્વરમાં 100 કરોડની સરકારી જમીન કૌભાંડમાં ગેરકાયદે પોતાના નામે કરી વૈભવી બંગલો બનાવી મકાનોની સ્કીમ પાડનાર આરોપી સંજયસિંહ પરમાર શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા વધુ 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. હાલ સુધીની તપાસમાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ જમીન પચાવી પાડવાના મામલે શારાત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર પોતાનો વૈભવી બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાના બહુચર્ચિત કૌભાંડની તપાસમાં ચોકાવનારી વિગતો બહાર આવી રહી છે. મુખ્ય આરોપી સંજયસિંહ પરમારને પાંચ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે તેને અદાલત સમક્ષ રજૂ કરી વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
53 સબ પ્લોટ પાડી વેચાણ કર્યું: શરૂઆતથી જ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ જમીન કોભાંડ મામલે તપાસ કરી રહી છે. પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન કૌભાંડી સંજયસિંહ પરમાર સરકારી જમીન પર 53 સબ પ્લોટ પાડી તેનું વેચાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વિવિધ ગ્રાહકો પાસેથી બેથી ત્રણ કરોડ રૂપિયાની રકમ મેળવી હોવાનું પણ બહાર આવ્યું છે. સાથે જ સહ આરોપી શાંતાબેનને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. વડોદરા શહેર ક્રાઇમબ્રાન્ચ દ્વારા હજુ પણ બે દિવસના રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા થઈ શકે છે.
આ પણ વાંચોRajkot Crime News : રાજકોટમાં વૃદ્ધાને વાતોમાં ભોળવી બે ગઠિયા દાગીના ઉતારી ગયાં, CCTVમાં જોવા મળ્યું કારનામું
સરકારી રજા ચિઠ્ઠીનો દુરુપયોગ:ક્રાઈમ બ્રાન્ચના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન ઘટસ્પોટ થયો છે કે કૌભાંડી સંજયસિંહ પરમાર દ્વારા વડોદરા મહાનગર પાલિકા દ્વારા હરિકૃષ્ણ મહારાજ કેળવણી ટ્રસ્ટ કંડારી સ્વામિનારાયણ ગુરુકુળ ઓફિસ વાઘોડિયા રોડને ઈશ્યુ કરવામાં આવેલ હતી. આ રજા ચિઠ્ઠીના સરકારી રેકોર્ડમાં ચેડાં કરીને સરકારી જમીનના ડોક્યુમેન્ટ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ દસ્તાવેજ બનાવવા માટે આરોપીએ અન્ય વ્યક્તિઓની પણ મદદ લીધી હોય તેવું જાણવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સંજયસિંહ દ્વારા ખેડૂત વારસદાર તરીકે સહ આરોપી એવા વૃદ્ધ શાંતાબેન રાઠોડ પાસે બેંક ખાતા ફોર્મમાં સહી કરાવી અને તેનું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. આ એકાઉન્ટમાં ટ્રાન્જેક્શન માટે પોતાનો મોબાઈલ નંબર રાખ્યો હતો.
આ પણ વાંચોVadodara Crime: તેજસ એક્સપ્રેસમાં મુંબઈ પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટ્યો વોન્ટેડ આરોપી
સમગ્ર મામલે નિવેદનોનો દોર:હાલમાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે. ત્યારે હાલમાં આરોપી રિમાન્ડ હેઠળ હોય અસલ દસ્તાવેજો બાબતે તથા સરકારી કચેરીમાંથી સીધી કે આડકતરી રીતે કોઈ આરોપીને કોઈ કર્મચારીએ મદદ કરી છે કે કેમ? તેમજ આરોપીએ આ જમીનનું ટાઇટલ ક્લિયરિંગ સર્ટી મેળવવા હોય તે સર્ટિ મેળવી આપનાર વકીલના નિવેદન અને નોટિસ આપવામાં આવી છે. આ જમીનનું ટાઈટલ ક્લિયરિંગ સર્ટિફિકેટ માટે ન્યુઝ પેપરમાં જાહેર નોટિસ આપનાર વકીલના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ જાહેરાત આપનારને નોટીસ આપનાર વ્યક્તિને નિવેદન માટે નોટીસ આપવામાં આવી છે. આ જમીનમાં બાંધકામ કરવા માટે બનાવવામાં આવેલા બોગસ રજા ચિઠ્ઠીનો નંબર પાલિકામાં ખાતરી કરતા આ નંબર રજા ચિઠ્ઠી મેળવનાર વ્યક્તિનું પણ નિવેદન લેવામાં આવી રહ્યું છે. હાલમાં મુખ્ય આરોપી સંજયસિંહ પરમાર ક્રાઈમ બ્રાન્ચના રિમાન્ડ પર છે. ત્યારે શું સરકારી બાબુઓની સંડોવણી અને સરકારી દસ્તાવેજોના દુરુપયોગને લઇ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું...