ગુજરાત

gujarat

ETV Bharat / state

ભારતીય મહિલા ક્રિકેટર બન્યા સિનિયર મહિલા ટીમના બોલિંગ કોચ, BCAએ કર્યું સ્વાગત - ક્રિકેટ વિશે માહિતી

રુમેલી ધર વરિષ્ઠ મહિલા ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં(Rumeli Dhar bowling coach at BCA ) જોડાઈ છે. રુમેલી ધર BCA જોડાતા( Baroda Cricket Association) તેમનું બોર્ડમાં સ્વાગત કર્યું છે. આ રુમેલી ધરનો આંતરરાષ્ટ્રીય અનુભવ બરોડા મહિલા ક્રિકેટમાં ઘણું યોગદાન આપશે.

ભારતીય મહિલા ક્રિકેટર બન્યા સિનિયર મહિલા ટીમના બોલિંગ કોચ, BCAએ કર્યું સ્વાગત
ભારતીય મહિલા ક્રિકેટર બન્યા સિનિયર મહિલા ટીમના બોલિંગ કોચ, BCAએ કર્યું સ્વાગત

By

Published : Aug 2, 2022, 2:06 PM IST

વડોદરાઃ રુમેલી ધર વરિષ્ઠ મહિલા ક્રિકેટ ટીમના બોલિંગ કોચ તરીકે બરોડા ક્રિકેટ એસોસિએશનમાં( Baroda Cricket Association) જોડાઈ છે. રુમેલી ધર બરોડા ક્રિકેટ એસોસિએશનમાં જોડાતા BCA એ તેમનું બોર્ડમાં સ્વાગત કર્યું અને તેમને શુભેચ્છાઓ પણ પાઠવી છે. ભારતીય ઓલરાઉન્ડર રુમેલી ધર આ વર્ષે BCCI લેવલ-2 કોચિંગ કોર્સ ઉપરાંત 4 વર્ષનો કોચિંગ (Rumeli Dhar bowling coach at BCA )અનુભવ રજૂ કર્યો હતો.

આ પણ વાંચોઃબરોડા ક્રિકેટ એસોસિશનના મુખ્ય કોચ તરીકે ડેવ વોટમોરની વરણી

13 વર્ષ સુધી ભારતનું પ્રતિનિધિત્વ કર્યું -રુમેલી ધર એક ખેલાડી તરીકે 2003 થી 2018 ની વચ્ચે 13 વર્ષ સુધી ભારતનું પ્રતિનિધિત્વ( senior women cricket team )કર્યું છે. જેમાં 4 ટેસ્ટ મેચ, 78 વન-ડે અને 18 T20 આંતરરાષ્ટ્રીય મેચોનો સમાવેશ થાય છે. રુમેલી ધરની 23 વર્ષની કારકિર્દીમાં ભારત તેમજ અન્ય ઘણી સ્થાનિક ટીમો માટે ત્રણ ફોર્મેટ રમ્યા છે. 2005 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમનો ભાગ રહેલી છે અને 2009 વર્લ્ડ T20માં ટીમની સંયુક્ત-મુખ્ય વિકેટ લેનાર છે. રુમેલી ધરે સ્થાનિક રીતે બંગાળ, રાજસ્થાન, દિલ્હી, આસામ અને ભારતીય રેલ્વેનું પ્રતિનિધિત્વ કર્યું છે. રુમેલીએ ચાર મહિલા ટેસ્ટમાં અડધી સદીની મદદથી 236 રન બનાવ્યા હતા.

બરોડા મહિલા ક્રિકેટમાં ઘણું યોગદાન -2005માં ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરનાર 38 વર્ષીય રુમેલીએ આઠ ટેસ્ટ વિકેટ લીધી હતી. તેણે તેની છેલ્લી ટેસ્ટ 2006માં ઈંગ્લેન્ડ સામે રમી હતી. રુમેલી 2005માં દક્ષિણ આફ્રિકામાં મહિલા ODI વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમની પણ સભ્ય હતી. રુમેલી ધર 2005માં વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ અને નેતૃત્વ કરવાની હતી. બંગાળ ઉપરાંત, રુમેલી રેલવે, એર ઈન્ડિયા, દિલ્હી અને રાજસ્થાન માટે રમી હતી. આ રુમેલી ધરનો આંતરરાષ્ટ્રીય અનુભવ બરોડા મહિલા ક્રિકેટમાં ઘણું યોગદાન આપશે.

આ પણ વાંચોઃભારતીય ક્રિકેટમાં ગુજરાતીઓનો દબદબો : 2 મહિલા ક્રિકેટરોનો થયો સમાવેશ

રુમેલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન ડેમાં ડેબ્યૂ કર્યું -27 જાન્યુઆરી 2003ના રોજ રુમેલીએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું. તેણીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે રમી હતી, રુમેલી ધરની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો તેણે 78 વનડેમાં 961 રન બનાવવા ઉપરાંત 63 વિકેટ ઝડપી છે. 18 T20 મેચોમાં તેણે 131 રન બનાવવા સિવાય 13 વિકેટ પણ લીધી છે. તેણે 4 ટેસ્ટ મેચમાં 236 રન બનાવવા ઉપરાંત 8 વિકેટ પણ લીધી છે.

ABOUT THE AUTHOR

...view details