વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ રાહત અને પુનસ્થાપનના ભાગરૂપે શહેરના અસરગ્રસ્તોને રાજ્ય સરકારના નિયમો અને ધારાધોરણો પ્રમાણે રોકડ સહાય અને ઘરવખરી સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તેના માટે જરૂરી ફાળવણી કરવામાં આવી હતી.
વડોદરામાં પૂરગ્રસ્તોને 68.98 લાખની સહાય કરવામાં આવી - cash dols
વડોદરા: શહેરના પૂર અસરગ્રસ્તોને કેશ ડોલ અને ઘરવખરી સહાયનું 122 ટીમો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં 11,087 અસરગ્રસ્તોને રૂપિયા 68.98 લાખની સહાય આપવામાં આવી હતી.
વડોદરામાં પૂરગ્રસ્તોને રૂપિયા 68.98 લાખની સહાય કરાઇ
જિલ્લાના વિવિધ સરકારી ખાતાના 450 જેટલા કર્મચારીઓની 122 ટીમો બનાવવામાં આવી છે અને ઉચ્ચાધિકારીઓ દ્વારા ચૂકવણીની કાર્ય પદ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં કેમ્પસ યોજીને આ સહાયની સ્થળ ચુકવણી કરવામાં આવી હતી.
શહેરમાં પ્રભાવિત 11,087 જેટલા અસરગ્રસ્તોને કેશ ડોલના રૂપમાં રૂપિયા 18.76 લાખ અને ઘરવખરી સહાય પેટે રૂપિયા 50.22 લાખ મળીને કુલ રૂપિયા 68.98 લાખની સહાય કરવામાં આવી હતી.