રાજામૌલિની આ ફિલ્મ એક પિરિયડ ડ્રામા છે, જેની વાર્તા 1920ના દાયકાની છે. ફિલ્મની સ્ટોરી બે મહાન સ્વતંત્ર સેનાનીઓની છે. અજય દેવગણનો આ ફિલ્મમાં કેમિયો છે. જેની એન્ટ્રી ફ્લેશબેકમાં થશે.
રાજામૌલિની 'RRR 'ફિલ્મ હિન્દી, તેલુગુ, મલયાલમ, તમિલ સહિત ભારતની બીજી ભાષાઓમાં 30 જુલાઈ, 2020ના રોજ રિલીઝ થશે. આ જ દિવસે રોહિત શેટ્ટીની અક્ષય કુમાર સ્ટારર 'સૂર્યવંશી' પણ ઈદના દિવસે એટલે કે 30 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. ઉપરાંત સલમાન ખાન અને આલિયા ભટ્ટ સ્ટારર સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ઇન્શાલ્લાહ' પણ 30 જુલાઈ, 2020ના જ રિલીઝ થવાની છે.