બરોડા ક્રિકેટ એસોસિએશનમાં રાજવી પરિવારે કર્યું મતદાન - બરોડા ક્રિકેટ એસોસિએશન
વડોદરાઃ બરોડા ક્રિકેટ એસોસિએશનમાં ચૂંટણી યોજાઇ હતી. એસોસીએશનમાં બે જૂથ રિવાઈવલ અને સમરજીતસિંહ ગાયકવાડ તથા સંજય પટેલની આગેવાનીવાળા રોયલ ગ્રુપ વચ્ચે ખરેખરીનો જંગ જામશે, ત્યારે ક્રિકેટ એસોસિએશનમાં રાજવી પરિવારે પણ મતદાન કર્યું હતું.
સ્પોટ ફોટો
બરોડા ક્રિકેટ એસોસિએશનમાં 6 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે સવારથી જ મોટી સંખ્યામા લોકોએ મતદાન કર્યું હતું. બરોડા ક્રિકેટ એસોસીએશનમાં બે જૂથ રિવાઈવલ અને સમરજીતસિંહ ગાયકવાડ તથા સંજય પટેલની આગેવાની વાળા રોયલ ગ્રુપ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો હતો, ત્યારે આ મતદાન પ્રક્રિયા દરમિયાન રાજવી પરિવારના સભ્યોએ પણ મતદાન કર્યું હતું.