વડોદરા એરપોર્ટના ઇન્ડિગો એરલાઇન્સના કુરીયર જે સમયે કાર્ગો વિભાગમાં સ્કેન થઇ રહ્યા હતા. ત્યારે શંકાસ્પદ પાર્સલ મળી આવતા હરણી પોલીસને જાણ કરાઈ હતી. હરણી પોલીસનો સ્ટાફ એરપોર્ટ પર પહોંચ્યો હતો. પેહલા તો આ પાર્સલમાં RDX હોવાની અફવા વહેતી થતા એરપોર્ટ ઓથોરીટી તથા પોલીસ વિભાગમાં પણ ભાગદોડ મચી હતી.
વડોદરા એરપોર્ટ પર RDX હોવાની અફવા, પોલીસ સહિત FSLની ટીમો દોડતી થઇ - FSL
વડોદરા: શહેરના એરપોર્ટ પર શંકાસ્પદ પાર્સલ મળી આવતા એરપોર્ટ સ્ટાફ અને પોલીસ સહિત FSLની ટીમો દોડતી થઇ હતી. આ પાર્સલમાં RDX હોવાની અફવાએ સમગ્ર તંત્રને દોડતુ કર્યુ હતું.
airport
જો કે, બાદમાં FSL વિભાગને બોલાવીને પણ તપાસ કરી રિપોર્ટ બનાવતા આ પાર્સલને લઇને ખુલાસો થતા બહાર આવ્યું કે, આ પાર્સલ સુરતના એક વ્યક્તિએ ખરીદેલી એરગનનું હતું. જે તેને કલર ન ગમતા અમૃતસર પરત મોકલ્યું હતું. તેમાં એરગન અને તેના કાર્ટીજ ઉપંરાત પોટેશિયપ ક્લોરાઈડ નામક પદાર્થ જે નાના-નાના ફટાકડામાં બનાવવામાં વપરાય છે તે હોવાનું સામે આવ્યું હતું.