ગુજરાત

gujarat

ETV Bharat / state

Vadodara accident: વડોદરામાં માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવાયા બાદની સ્થિતિ, કાર ચાલકે ક્રોકરી સ્ટોરમાં કાર ઘુસાડી - Vadodara accident

વડોદરામાં જેતલપુર સર્કલ પહેલા, નવજીવન નર્સિંગ હોમ પાસે આવેલી ક્રિષ્ના ક્રોકરી નામના શો રૂમમાં કાર ચાર દાદરા કૂદીને ભટકાઈ હતી. આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

The car driver rammed the car into the crockery store
The car driver rammed the car into the crockery store

By

Published : Jan 19, 2023, 12:30 PM IST

કાર ચાલકે ક્રોકરી સ્ટોરમાં કાર ઘુસાડી

વડોદરા: શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં તાજેતરમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ માર્ગ સલામતી માત્ર સપ્તાહ પૂરતી જ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગતરોજ જેતલપુર સર્કલ પહેલા, નવજીવન નર્સિંગ હોમ પાસે આવેલી ક્રિષ્ના ક્રોકરી નામના શો રૂમમાં કાર ચાર દાદરા કૂદીને ભટકાઈ હતી. જેમાં શોરૂમના કાચનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. કાર ચાલક મહિલા હોવાનું સામે આવ્યું છે.

કાર ક્રોકરી સ્ટોરમાં ઘુસાડી દીધી:રાજ્યભરમાં માર્ગ સલામતી અંગે લોકજાગૃતિ લાવવા માટે વિશેષ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સારી કામગીરી કરનારને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. પરંતુ સપ્તાહની ઉજવણી બાદ સ્થિતિ ઠેર ની ઠેર હોવાનું સામે આવ્યું છે.ગતરોજ વડોદરાના જેતલપુર સર્કલ પહેલા, નવજીવન નર્સિંગ હોમ પાસે આવેલી ક્રોકરીના શો રૂમમાં મહિલા કાર લઈને ખરીદી કરવા આવી હતી. અને ખરીદી પૂર્ણ થયા બાદ મહિલા પરત ફરી રહી હતી. દરમિયાન તેણીએ કાર પરનો કાબૂ ગુમાવતા ક્રિષ્ના ક્રોકરીના શો રૂમના ચાર દાદરા કુદાવી મુક્યા હતા. કાર સીધી શો રૂમના કાચના દરવાજે ભટકાઈ હતી.

આ પણ વાંચોPorbandar murder case પોરબંદરમાં સામાન્ય બોલાચાલી પહોંચી હત્યા સુધી, આરોપી જેલહવાલે

ઘટના સ્થળે પોલીસ પોહચી:દરમ્યાન ધડાકાભેર આવેલા અવાજને કારણે શોરૂમની અંદર અને બહારના લોકો એક ધબકારો ચુકી ગયા હોય તેવો અહેસાસ થયો હતો. કાર ઘુસી જવાને કારણે શોરૂમના ડિસ્પ્લેમાં મુકેલા પ્રોડક્ટ આઈટમ વેર વિખેર થઈ ગયા હતા. આ મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોMumbai-Goa Highway Accident: ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં 9નાં મોત, કાર પડીકું વળી ગઈ

પોલીસે તપાસ હાથ ધરી:કાર શો રૂમ ઘૂસી જવાના મામલે મહિલા ચાલકને હાલમાં પોલીસે કારના પેપર્સ હતા કે કેમ ,કાર ચાલક મહિલા પાસે લાયસન્સ હતું કે કેમ આ તમામ બાબતે તાપસ હાથ ધરવામાં આવી છે. શો રૂમના નુકસાનને લઈ કયા પ્રકારે ભરપાઈ કરવી આ અંગે પોલોસે હાલમાં તપાસ કરી રહી છે.

વડોદરામાં માર્ગ સુરક્ષા સપ્તાહ: રાજ્યમાં માર્ગ સલામતી સપ્તાહનો પ્રારંભ થયો છે,જેમાં અનેકવિધ જનજાગૃતિ માટેના કાર્યક્રમો યોજાશે,ત્યારે વડોદરામાં પણ દરજીપુરા ખાતે આવેલી આર.ટી.ઓ. કચેરી, વડોદરા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો કલેકટર અતુલ ગોરેએ પ્રારંભ કરાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details