વડોદરાની મહેમાન બનેલી રીમી સેને જણાવ્યું હતું કે, આગામી 29 સપ્ટેમ્બરથી શરૂ થતા નવરાત્રિ મહોત્સવમાં તેને પણ વડોદરા આવવાની ઇચ્છા છે. તેઓએ ઉમેર્યું હતુ કે, સુરતમાં આવી છું, પરંતુ, વડોદરામાં પ્રથમ વખત આવી છું. વડોદરાના ગરબા વિશ્વ વિખ્યાત છે. હું ચોક્કસ નવરાત્રિમાં આવીને ગરબા રમીશ.
બોલીવુડ અભિનેત્રી રિમી સેન બની વડોદરાની મહેમાન - ઇવેન્ટ કેલેન્ડરનું વિમોચન
વડોદરા: શહેરના અટલાદરા ખાતે આવેલી ગુજરાત પબ્લિક સ્કૂલમાં શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રકચર અને ગૌ સેલેબ ક્લબ દ્વારા ઇવેન્ટ કેલેન્ડરનું વિમોચન રાખવામાં આવ્યું હતું. જેમાં અભિનેત્રી રીમી સેન ઉપસ્થિત રહ્યા હતાં. જ્યાં સ્કૂલના બાળકો સાથે અભિનેત્રીએ ગરબાની મોજ માણી હતી.
બોલીવુડ અભિનેત્રી રિમી સેન બની વડોદરાની મહેમાન
આ સાથે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં જે રાજકીય પક્ષનો પ્રવાહ છે. તેવા પક્ષમાંથી હું ચૂંટણી લડવા માગુ છું. હું પક્ષના વિચાર ધારાને માનતી નથી. હું ધર્મની રાજનીતીને પણ માનતી નથી. હું બધા ધર્મના લોકોને સાથે રાખીને રાજકારણમાં કામ કરવાની ઇચ્છા રાખુ છુ. જો બધા લોકોને સાથે રાખીને કામ કરીશું તો જ દેશનો વિકાસ થશે.