વડોદરાઃ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણાં મહિનાઓથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.હજી તો ઉનાળાની રાહ જોવાઈ રહી છે.તે પૂર્વજ લોકો પાણી વીના પરેશાન થઈ ગયા છે. વાઘોડિયા રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે વૃંદાવન હાઈટ્સ આવેલી છે.રહીશોનાના કહ્યા પ્રમાણે છેલ્લા 3 વર્ષથી સોસાયટીમાં પાણી આવતું નથી. અનેકવાર પાલિકા અને વોર્ડ કચેરીમાં રહીશો દ્વારા રજુઆત કરવામાં આવી છે,પરંતુ તેઓની રજૂઆતની અવગણના થતા, સોસાયટીના રહીશો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ આવી પહોંચ્યા હતા.
વૃંદાવન હાઈટ્સના રહીશોએ પાણીના પ્રશ્ને નોંધાવ્યો વિરોધ - Vadodara letest news
વાઘોડિયા રોડ વૃંદાવન હાઈટ્સના રહીશોએ પાણીના પ્રશ્ને પાલિકાના પ્રવેશ દ્વાર પાસે બેસી વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા ઘણાં મહિનાઓથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે.
વૃંદાવન હાઈટ્સના રહીશોએ પાણીના પ્રશ્ને નોંધાવ્યો વિરોધ
જવાબદાર અધિકારીઓ બેઠકમાં હોવાનું જાણવા મળતાં રહીશો પાલિકાના પ્રવેશદ્વાર પાસે રોડ પર બેસી વિરોધ કરતા ફરજ પર હાજર સિક્યુરિટી અને પોલીસ અને રહીશો વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. બાદમાં મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાય સાથે મુલાકાત લઈ વહેલી તકે પાણી આપવા રજુઆત કરી હતી,ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર નલિન ઉપાધ્યાયે પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવા ખાતરી આપતા રહીશો એ જો 3 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.