વડોદરાઃ પાદરાના ઓધવભૂલાની ખડકીના યુવાનને કોરોના પોઝિટિવ આવતા આ વિસ્તારને કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો અને આ વિસ્તારની બહારનો મુખ્ય માર્ગ પર અવર જવર કરવા માટે સંપૂર્ણ બંધ કરવામાં આવતા આ વિસ્તારની આસપાસના રહીશોને ભારે અગવતા પડી રહી છે.
વડોદરામાં કન્ટેન્મેન્ટ વિસ્તારમાં જાહેર માર્ગને ચાલુ કરવાની માગ સાથે સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યુ - corona effect in vadodra
વડોદરામાં પાદરાના કન્ટેન્મેન્ટ વિસ્તારની બહારનો મુખ્ય માર્ગનો જાહેર રસ્તો બંધ કરાતા આસપાસના વિસ્તારના રહીશોને ભારે અગવડતા પડતી હોવાથી વન વે ચાલુ રસ્તો કરવાની માગ સાથે આવેદનપત્ર આપ્યુ હતું.
વડોદરામાં કન્ટેન્મેન્ટ વિસ્તારમાં જાહેર માર્ગને ચાલુ કરવાની માગ સાથે રહીશોએ આવેદનપત્ર આપ્યુ
આ માર્ગ પરથી અન્ય મુખ્ય વિસ્તારોમાં જવા માટે સહેલું પડે છે. બીજાએ રસ્તે જવાથી 2 કિલો મીટર જેટલો રસ્તો કાપીને જવું પડે, જે ઘણું મુશ્કેલ હોવાથી બંધ કરવામાં આવેલા રસ્તામાં, એક બાજુનો રોડ વન-વે કરીને શરૂ કરવાની માગ સાથે પાદરા મામલતદારને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી. પાદરાના જાગૃત યુવાન અને સામાજિક કાર્યકર હિરેન પાદરિયા અને જયેશભાઇ પરમાર કોર્પોરેટ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.