ગુજરાત

gujarat

By

Published : Nov 8, 2019, 4:01 PM IST

ETV Bharat / state

દેવઉઠી અગિયારસે સુપ્રસિદ્ધ ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા

વડોદરાઃ સમગ્ર રાજ્યમાં શુક્રવારે દેવઉઠી અગિયારસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે શહેરના એમ.જી રોડ પર આવેલા સુપ્રસિદ્ધ વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. ચાંદીની પાલખીમાં નગરયાત્રાએ નીકળેલા ભગવાનની રાજમાતા શુંભાગીનીરાજે ગાયકવાડ, મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડે પૂજા-અર્ચના કરી હતી.

દેવઉઠી અગિયારસે સુપ્રસિદ્ધ ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા

શહેરમાં દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિરમાં બિરાજમાન ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો સવારે 9 કલાકે નીકળ્યો હતો. પંરપરાગત રીતે મહારાજા ગાયકવાડ પરિવારે ભગવાનની પૂજા-અર્ચના કરી હતી. જે બાદ 'વિઠ્ઠલ..વિઠ્ઠલ..વિઠ્ઠલા...' જયઘોષ સાથે નગરયાત્રાએ નીકળ્યા હતાં. આ તરફ સામેથી નગરજનોને દર્શન આપવા નીકળેલા ભગવાનના દર્શન માટે રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં. આ વરઘોડો બપોરે 1 કલાકે શ્રીમંત ગહીનાબાઇ બાગ લિંબુવાડીમાં ગહિનેશ્વર મંદિર ખાતે પહોંચ્યો હતો. જ્યાં બપોરે હરિ-હરનું મિલન થશે.

દેવઉઠી અગિયારસે સુપ્રસિદ્ધ ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા

આ ઉપરાંત એકાદશીના દિવસે રાત્રે 9 કલાકે એમ.જી રોડ પર આવેલા રણછોડ મંદિર ખાતેથી ભગવાનનો વરઘોડો નીકળશે. જ્યારે એકાદશીના દિવસે જ નરસિંહજીની પોળમાં આવેલા મદનમોહનજીના મંદિરમાં તુલસીજીના લગ્ન નિમિત્તે તુલસીજીની શોભાયાત્રા નીકળશે. જ્યારે 9 નવેમ્બરે દલાપટેલની પોળમાં રામજીમંદિરનો વરઘોડો નીકળશે. 12 નવેમ્બર દેવ-દિવાળીના દિવસે નરસિંહજીનો વરઘોડો નીકળશે. આ ઉપરાંત વિરાસાની પોળમાં નરસિંહ ભગવાનનો લગ્નમહોત્સવ પણ ઉજવાશે.

ABOUT THE AUTHOR

...view details