વડોદરા કોર્પોરેશનના બાંધકામ વિભાગ દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે બાંધકામ શાખાએ કડકાઈ સાથે કામગીરી કરી હતી. કોર્પોરેશનના બાંધકામ વિભાગ દ્વારા શહેરનાં નવાબજાર અને મંગળ બજાર વિસ્તારમાં ત્રણ જેટલી દુકાનોને સિલ કરવામાં આવી હતી.
વડોદરા બાંધકામ વિભાગ દ્વારા ગેરકાયદે વેપારી એકમોને કરાયા સીલ - Illegal construction issue in Vadodara
વડોદરાઃ કોર્પોરેશનના બાંધકામ વિભાગ દ્વારા શનિવારના રોજ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં શહેરના સીટી વિસ્તારમાં આવેલા વેપારી એકમોને સીલ કરવામાં આવ્યા હતા.
વડોદરા કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે લાલઆંખ
જો કે, કોર્પોરેશન દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, અગાઉ પણ કોર્પોરેશન દ્વારા દુકાનદારોને બાંધકામ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.