ગુજરાત

gujarat

ETV Bharat / state

વડોદરામાં 10 વર્ષની માસુમ બાળકી પર આધેડે ગુજાર્યુ દુષ્કર્મ

વડોદરા શહેરમાં રહેતા એક પરિવારની 10 વર્ષની બાળકીને તેના જ વિસ્તારમાં રહેતા 51 વર્ષના આધેડે રમાડવાના બહાને લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યુ હતું. આ બનાવ અંગે ભોગ બનનાર બાળાની માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડની ધરપકડ કરી હતી.

બાળકી સાથે દુષ્કર્મ
બાળકી સાથે દુષ્કર્મ

By

Published : Feb 3, 2021, 10:29 PM IST

  • વડોદરામાં 10 વર્ષીય માસુમ બાળકી પર 52 વર્ષીય આધેડે દુષ્કર્મ ગુજાર્યો
  • તાલુકા પોલીસે આધેડની ધરપકડ કરી

વડોદરા : શહેરમાં રહેતા એક પરિવારની 10 વર્ષની બાળકીને તેમના જ વિસ્તારમાં રહેતા 51 વર્ષના આધેડે રમાડવાના બહાને લઈ જઈ તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યો હતો.આ બનાવ અંગે ભોગ બનનાર બાળાની માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડની ધરપકડ કરી હતી.

છેલ્લા બે મહિનાથી શારીરિક અડપલા કરતો

બાળકીનના પિતા ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દંપતીને તેમના વિસ્તારમાં રહેતા 51 વર્ષીય નીલેશ વિનોદભાઈ ઠક્કર સાથે પરિચય થયો હતો. જેથી આરોપી અવારનવાર તેમના ઘરે આવતો હતો, દરમિયાનમાં ગત ઓકટોબર મહિનાથી તે દંપતીની 10 વર્ષની બાળકીને પોતાની સાથે રમાડવા માટે લઈ ગયો હતો.

બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

જો કે, બે મહિનાથી તે અવારનવાર બાળકીને પોતાની સાથે લઈ ગયા બાદ બાળકીએ અચાનક તેની સાથે જવાની ના પાડી અને દુ: ખાવો થતો હોવાની ફરિયાદ કરતા પરિવારજનોને શંકા ગઈ હતી.ત્યારબાદ બાળકીને તેની માતાએ વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આધેડ નીલેશ ઠક્કર તેને રમાડવાના બહાને લઈ જતો હતો અને તેની સાથે શારીરિક છેડછાડ કરતો હતો.માસુમ બાળાની કેફીયત સાંભળીને ચોંકી ઉઠેલી માતાએ આ બનાવની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે નીલેશ ઠક્કર વિરુદ્ધ છેડતી , દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળનો ગુન્હો નોંધી તેની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details