વડોદરા: રાજ્યમાં રોજબરોજ દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે. ત્યારે વધુ એક વડોદરાની યુવતી સાથે દુષ્કર્મ આચર્યાની ધટના સામે આવી છે. જેમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી બનાવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
વડોદરામાં લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યું દુષ્કર્મ - ન્યુઝ ઓફ વડોદરા
વડોદરામાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ કરવાનો મામલો સામે આવ્યો છે. યુવતી ગર્ભવતી બનાવી દેનાર હવસખોર યુવાન સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
વડોદરામાં લગ્નની લાલચ આપી યુવતી પર આચર્યુ દુષ્કર્મ
જેમાં 4 માસનો ગર્ભ રહી જતા યુવતીએ હવસખોર સચિન ઉર્ફે કરણ કદમને લગ્ન કરવા દબાણ શરૂ કર્યું હતું. પરંતુ કરણ લગ્ન કરતો ન હતો. યુવતીને જણાવ્યું કે, જો તું આ અંગેની જાણ કોઇને કરીશ તો તારી માતા અને બહેનનું અપહરણ કરી તેઓને મારી નાખીશ. પરંતુ યુવતી ધમકીથી ગભરાયા વિના પરિવારની મદદ લઇ પાણીગેટ પોલીસ મથકમાં હવસખોર સચિન ઉર્ફે કરણ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પોક્સો સહિતની કલમ સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Last Updated : Feb 21, 2020, 7:29 AM IST